Sunday, December 22, 2024
Homeરાજ્યગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું

ગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું

- Advertisement -

ગીરનાર રોપવેને  નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.જુનાગઢમાં ગિરનાર રોપ-વેની સફર માટે આવતા પ્રવાસીઓની હવે સુરક્ષા સાથે આરોગ્યની પણ સલામતી જળવાશે.  ગિરનાર રોપવે તૈયાર કરનાર ઉષા બ્રેકો કંપની નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ રોપવે કંપની બની છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્રારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

- Advertisement -

ગીરનાર પર્વત પર 8માસથી રોપવે શરુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 4લાખથી વધુ લોકોએ રોપવેની સફર માણી છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટ ઉષા બ્રેકો કંપનીએ તૈયાર કર્યો છે અને આ રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે છે. રોપવેમાં વિશ્વની સૌથી અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  ત્યારે હવે રોપવે સફરની સુરક્ષા સાથે પ્રવાસીઓ અહીં આરોગ્યની દ્રષ્ટિએ પણ સુરક્ષિત છે તેવું ઉષા બ્રેકો કંપનીને પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા વૈશ્વિક સ્તરે નિષ્ણાંતોની ટીમ દ્વારા ઈન્ફેક્શન રીસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ વિકસિત કરાયો છે. અને ચોક્કસ માપદંડોના આધારે માય કેર સર્ટીફીકેટ આપવામાં આવે છે. ઉષા બ્રેકો કંપનીને મળેલા પ્રમાણપત્રનું પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ અનાવરણ કર્યુ હતું. આ પ્રમાણપત્ર મળતાં કંપનીની સાથે ગુજરાત અને જૂનાગઢનું પણ ગૌરવ વધ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular