જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતી યુવતીને તેણીના પતિ અને સાસુ-સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી પતાવી દેવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતાં કલ્પનાબેન વાઘેલા નામની યુવતીને તેણીના લગ્ન જીવન દરમિયાન પતિ નીતિન રમેશ વાઘેલા, સસરા રમેશ પ્રાગજી વાઘેલા, સાસુ વસંતબેન રમેશ વાઘેલા નામના ત્રણ સાસરિયાઓ એક સંપ કરી 2019 થી આજ દી’ સુધી લગ્નજીવન દરમિયાન અવાર-નવાર ઝઘડો કરી મારકૂટ કરતા હતાં. તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપી પતાવી દેવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગેની કલ્પનાબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે સાસરિયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.