ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતી યુવતીને મૂળ જોડિયા તાલુકાના હડિયાણા અને હાલ ભાવનગરમાં રહેતાં તેણીના સાસરીયાઓ દ્વારા અવાર-નવાર નાની નાની વાતોમાં મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના લતીપર ગામના વાડી વિસ્તારમાં રહેતી રીધ્ધીબેન જીતેન્દ્રભાઈ બુમતરીયા (ઉ.વ.25) નામની યુવતીના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની અને હાલ ભાવનગરમાં નિર્મા કોલોનીમાં રહેતાં મયુર અમરશી સોનગરા સાથે લગ્ન થયા હતાં. યુવતીના લગ્નજીવન દરમિયાન તેણીના પતિ મયુર તથા સસરા અમરશી નાનજી સોનગરા, સાસુ પુષ્પાબેન અમરશી સોનગરા, જેઠ કેતન અમરશી સોનગરા, જેઠાણી ચેતનાબેન કેતન સોનગરા સહિતના સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતોમાં મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં અને ઝઘડો કરી યુવતીને વાપરવા માટે પૈસા પણ આપતા ન હતાં. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવતીએ તેણીના માવતરે લતીપર જતી રહી હતી. દરમિયાન યુવતી દ્વારા પતિ સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.