જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં રહેતાં સફાઇ કામદારના તરૂણ પુત્રને ધમકાવી રૂમમાં પુરૂ દઇ અને સગીરા પુત્રીને ભગાડી જઇ અપહરણ કરી ગયાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલાં કિષ્ના પાર્કમાં રહેતાં અને સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં યુવાનની 16 વર્ષની સગીરા પુત્રીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જઇ તરૂણીના 12 વર્ષના ભાઇને રૂમમાં પુરી દઇ ‘તારા બાપાને કેજે જે થાય તે કરી લે’ તેવી માટેલ ચોકમાં રહેતાં નેરન ભીખુ ઝાલા નામનો શખ્સ ગુરૂવારે સવારના સમયે સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો અને આ બનાવની ભીખુભાઇ દ્વારા જાણ કરતાં પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે નરેન ઝાલા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.