જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતી યુવતી ખેતરમાં દવાનો છંટકાવ કરતી હતી ત્યારે વિપરીત અસર થવાથી સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના તારાણા ગામની સીમમાં રમેશભાઈની વાડીમાં ખેતમજૂરી કામ કરતા મનજીભાઈ સોલંકી નામના યુવાનની પુત્રી અસ્મિતાબેન સોલંકી (ઉ.વ.19) નામની યુવતી ગત રવિવારે સવારના સમયે ખેતરમાં દવાનો છંટકાવ કરતી હતી તે દરમિયાન વિપરીત અસર થવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો વી.વી.બકુત્રા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.