કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતા પટેલ પ્રૌઢની પુત્રીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતા અને ખેતી કરતા મનસુખભાઈ વેલાભાઈ કાછડિયા નામના પટેલ પ્રૌઢની પુત્રી રિધ્ધીબેન (ઉ.વ.24) નામની યુવતીએ શુક્રવારે બપોરના સમયે તેણીના ઘરે અગમ્યકારણોસર રૂમમાં આવેલા પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા મનસુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.