ધ્રોલ તાલુકામાં રહેતી યુવતીએ ઘરકામના ભારણના કારણે મનમાં લાગી આવતા પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ તાલુકામાં રહેતી નયનાબેન પરેશભાઈ બુમતારીયા ( ઉ.વ. 26 ) નામની યુવતીને ઘરકામના ભારણના કારણે મનમાં લાગી આવતા પોતે પોતાના ઘરે પડેલ જંતુનાશક ઝેરી દવા પી લઇ ગત શુક્રવારે આપઘાત નો પ્રયાસ કર્યો હતો. તેનેસારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તબીબો એ તેનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે નટવરલાલ તુલસીભાઈ પરમાર દ્વારા જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી