જામજોધપુર ગામમાં આવેલ રસિક માર્કેટ નજીકના વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં પટેલ મીલની વાવ રાજાણી પ્લોટ રસીક માર્કેટ પાસે રહેતાં અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વિશાલભાઈ માલદેભાઈ પોપાણીયા નામના યુવાનની પત્ની ભાવિશાબેન (ઉ.વ.29) નામની યુવતીએ શુક્રવારે બપોરના સમયે તેણીના ઘરે રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના પતિ વિશાલભાઈ દ્વારા કરવામાં આવતા પોલીસ ઈન્સ્પેકટર વાય.જે.વાઘેલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.