મેઘપર-પડાણાના કાનાલુસ ખોડિયારનેશ ગામે પ્રેમલગ્નનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા ફરિયાદી યુવતીને તથા તેના પતિને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામ ખોડિયારનેશ વિસ્તારમાં રહેતાં ડાયીબેન મુનરાજભાઈ હાજાણી એ મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી ડાયીબેનએ પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી તોગા સોમા હાજાણી સાથે અગાઉ સગાઈ થઈ હોય. અને તે બાબતે નાતમેળે સમાધાન ન થતા ચાર શખ્સોએ ફરિયાદી ડાયીબેન તથા તેના પતિ મુનરાજ મોતાભાઈ હાજાણીને અપશબ્દો બોલી જાનથી મારી નખી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તોગા સોમા હાજાણી, ભીખરાજ નારણ હાજાણી, શિવરાજ ભુટા હાજાણી, એભલ નારાણ હાજાણી સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.