Saturday, September 21, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય રિવાબા દ્વારા 78-વિધાનસભા વિસ્તારની ગરબીઓમાં બાળાઓને લ્હાણી

ધારાસભ્ય રિવાબા દ્વારા 78-વિધાનસભા વિસ્તારની ગરબીઓમાં બાળાઓને લ્હાણી

- Advertisement -

જામનગર શહેરમાં બાળાઓ દ્વારા પ્રાચીન ગરબીમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. ત્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જામનગર શહેરમાં 78-વિધાનસભા વિસ્તારની ગરબીઓમાં 20000 જેટલી ગરબે ઘુમતી બાળાઓને લ્હાણી વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરી હતી.

- Advertisement -

માઁ આદ્ય શક્તિની આરાધનાનું પર્વ એટલે કે, નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિને લઇ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરની શેરી-ગલીઓ ચાચરના ચોક બન્યા હતાં. વિવિધ પ્રાચીન ગરબીઓમાં બાળાઓએ માતાજીની આરાધના કરી હતી.

અર્વાચિન ગરબીની સાથે સાથે આજેપણ પ્રાચીન ગરબીએ તેનું સ્થાન અકબંધ રાખ્યું છે. શેરી-ગલીઓમાં અનેક નાની-મોટી પ્રાચીન ગરબીઓ આજેપણ એટલી જ પ્રસિધ્ધ છે. ત્યારે માઁ જગાદંબા સ્વરુપ નાની બાળાઓ કે જે ગરબે રમતી હોય છે. તે બાળાઓને પ્રોત્સાહિત કરવા જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર શહેરમાં 78-વિધાનસભા વિસ્તારની ગરબીઓમાં 20000 જેટલી બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં 78-વિધાનસભા વિસ્તારની ગરબીઓમાં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા લ્હાણી વિતરણમાં સૌભાવપૂર્વક જોડાયા હતાં અને આ ભવ્ય સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો. નગરસેવકો, ગરબી સંચાલકો અને વોર્ડ પ્રમુખ, સંગઠનના હોદ્ેદારો, આગેવાનો સેવાભાવી ભાઇઓ-બહેનો સૌ દ્વારા લ્હાણી વિતરણના સમગ્ર આયોજન માટે પ્રશંસનિય જહેમત ઉઠાવવામાં આવી હતી અને લ્હાણીનું વિતરણ સુવ્યવસ્થિત કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા લ્હાણી વિતરણની સેવા આપનાર સૌને બિરદાવી વિતરણ વ્યવસ્થામાં સહયોગી સૌનો આભાર પણ માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular