Thursday, April 3, 2025
Homeરાજ્યજામનગરજીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા ચાર દિવસીય જામનગર ટેક ફેસ્ટનું...

જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા ચાર દિવસીય જામનગર ટેક ફેસ્ટનું આયોજન

2 લાખથી વધુ મુલાકાતીઓ જોડાશે : બી ટુ બી સેમિનાર દ્વારા ઉદ્યોગપતિઓને નવી ટેકનોલોજી વિશે માહિતગાર કરાશે

જામનગર શહેરમાં આગામી તા.5 થી 8 જાન્યુઆરી દરમિયાન જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ દ્વારા ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એસોસિએશન દ્વારા 2016 થી આ ટેક ફેસ્ટનો પ્રારંભ કરાયા બાદ દર બે વર્ષે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જે આ વર્ષે ચોથો ટેક ફેસ્ટ ઉજવવા જઈ રહ્યો છે. જેમાં 250 જેટલા સ્ટોલ દ્વારા ઉદ્યોગકારોને નવી ટેકનોલોજીથી માહિતગાર કરાશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમ અંગે માહિતગાર કરાયા હતાં.

- Advertisement -

જામનગરમાં ઉદ્યોગોને આધુનિકતા તરફ તેમજ નવી ટેકનોલોજી થી માહિતગાર કરવા જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ દ્વારા જામનગર ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેક ફેસ્ટ 5 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી 2022 સુધી સવારે 9:30 થી 6 વાગ્યા સુધી રાજકોટ-જામ. ખંભાળિયા બાયપાસ રોડ દરેડ જીઆઈડીસી ફેસ-3 ની સામે જામનગર ખાતે યોજાશે. જેમાં 300 થી વધારે એકઝીબીટર્સ, બે લાખથી વધુ મુલાકાતીઓ જોડાશે પાંચ લાખ સ્કવેર ફીટ એરિયામાં યોજાનાર આ ટેક ફેસ્ટ 2022 માં બી ટુ બી સેમિનાર યોજી ઉદ્યોગપતિઓને નવી ટેકનોલોજી વિશે માહિતગાર કરવામાં આવશે.

- Advertisement -

જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ દ્વારા આયોજિત આ ટેક ફેસ્ટનું ઉદઘાટન જામનગર શહેરના ધારાસભ્ય આર.સી.ફળદુના હસ્તે કરવામાં આવશે. આ દરમિયાન આર્શિવચન આપવા માટે પ.પૂ. દેવ પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. તથા આ ટેક ફેસ્ટ 2022 માં મુખ્ય અતિથી તરીકે જામનગર શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત રાજ્ય બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા જામ. મેયર બિનાબેન કોઠારી, જામનગર જિલ્લા કલેકટર સૌરભભાઈ પારઘી, જામનગર જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, જામનગર શહેર ભાજપા પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – જામનગર, જનરલ મેનેજર કે.વી. મોરી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. -પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન – પ્રમુખ – લાખાભાઈ કેશવાલા, અગ્રગણ્ય ઉદ્યોગપતિ ગંગદાસભાઈ કાછડિયા સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ જામનગર ટેક ફેસ્ટને સફળ બનાવવા માટે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ તથા સપોર્ટેડ ઓર્ગેનાઈઝેશનમાં લઘુ ઉદ્યોગ ભારતી – જામનગર અને સન લાઈન ઈન્ફો દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.
આ ટેક ફેસ્ટને સફળ બનાવવા જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, ઉપપ્રમુખ – હરેશભાઈ રામાણી, મંત્રી વિશાલભાઈ લાલકિયા, ઈવેન્ટ ચેરમેન – અશોકભાઇ દોમડિયા, સહમંત્રી વિપુલભાઈ હરિયા, ખજાનચી – દિનેશભાઇ નારિયા, જોઇન્ટ ઈવેન્ટ ચેરમેન રાજેશભાઇ ચાંગાણી, ઈવેન્ટ કમિટી મેમ્બર રાજેશભાઈ ચોવટીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular