Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનવ વર્ષથી ફરાર ઘાટવડ ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

નવ વર્ષથી ફરાર ઘાટવડ ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

કાલાવડની ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસની ફર્લો સ્ક્વોડે ઉંઝાથી દબોચ્યો

- Advertisement -

કાલાવડ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લાં નવ વર્ષથી ફરાર ઘાટવડ ગેંગના મુખ્ય માસ્ટર માઇન્ડ એવા નાસતા ફરતા શખ્સને પોલીસની ફર્લો સ્ક્વોડે મહેસાણાના ઉંઝામાંથી દબોચી લીધો છે.

- Advertisement -

કાલાવડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં રૂા.60000ની ઘરફોડ ચોરીના ઘાટવડ ગેંગે અંજામ આપ્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલાં ગેંગના મુખ્ય સુત્રધાર એવો આરોપી માનસિંહ નટુ રાઠોડ ફરાર હતો. પોલીસ ઘાટવડ ગેંગના આ સુત્રધારને નવ વર્ષથી શોધી રહી હતી. દરમ્યાન આરોપી મહેસાણા જિલ્લાના મુકતપુર ગામની બાજુમાં રહેતો હોવાની બાતમી મળતાં જામનગર પોલીસે પેરોલ ફર્લો સ્ક્વોડ આરોપીને મહેસાણા જઇ દબોચી લીધો હતો. ચોરીના ગુનામાં સંડોવાયેલ આ શખ્સને આગળની કાર્યવાહીમાં જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ.ગડચર, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, હેકો. લકધીરસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, પોકો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, એલસીબીના હેકો. નિર્મળસિંહ જાડેજા વગેરેએ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular