Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સુભાષપાર્ક નજીક ગેસ લિકેજીંગથી નાસભાગ

જામનગરમાં સુભાષપાર્ક નજીક ગેસ લિકેજીંગથી નાસભાગ

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા સુભાષપાર્કમાં આજેસવારે ગેસની લાઈન લિકેજીંગ થયાની જાણ થતા કલેકટર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને લિકેજીંગ અટકાવવા વિવિધ કંપનીઓ અને ફાયર વિભાગે સ્થળ પર પહોંચી જઇ લિકેજીંગ અટકાવ્યું હતું. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા સુભાષપાર્ક પાસે આજે સવારે એકાએક ગેસલાઈન લિકેજ થયાની જાણ થતા કલેકટર અને મામલતદાર તથા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને ગેસ લિકેજીંગની જાણના આધારે ફાયર ટીમ અને 108 ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી તેમજ રિલાયન્સ, ન્યારા એનર્જી, પીજીવીસીએલ, ગેલ, આરટીઓ, ગુજરાત પ્રદુષણ બોર્ડની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આ ગેસ લિકેજીંગ અટકાવવા માટે તાત્કાલિક કામગીરી કરવામાં હાથ ધરવામાં આવી હતી. સફળ ગેસ લિકેજિંગ અટકાવ્યા બાદ આ સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવતાં તંત્રએ રાહત અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular