Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગર પોલીસલાઈન પરિવાર દ્વારા ગરબી મહોત્સવ

Video : જામનગર પોલીસલાઈન પરિવાર દ્વારા ગરબી મહોત્સવ

જામનગરમાં વિવિધ ગરબી મંડળો દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે જામનગર સિટી પોલીસ લાઈન પરિવાર દ્વારા પણ આશાપુરા ગરબી મંડળના નેજા હેઠળ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

છેલ્લાં ઘણાં વર્ષોથ્ી અહીં અર્વાચિન રાસ ઉત્સવ યોજાઈ છે. જેમાં બાળાઓ માત્ર માતાજીના ગરબા ઉપર ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. આ વર્ષે નાની મોટી 30 જેટલી બાળાઓ આ ગરબીમાં જોડાઈ છે. આ ગરબીના આયોજનને સફળ બનાવવા આયોજકો પ્રદિપભાઈ આશા, વિશાલભાઈ લખતરીયા, સોનુભાઈ, વિવેકભાઈ, બીંદીયાબેન, નીશાબેન, એકતાબેન તથા દિયાબેન જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular