Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના યુવકો દ્વારા સળગતી ઇંઢોણી સાથે ગરબા - VIDEO

જામનગરના યુવકો દ્વારા સળગતી ઇંઢોણી સાથે ગરબા – VIDEO

પંચેશ્વર ટાવર પાસે જયશ્રી ચામુંડા યુવક કુમારીકા ગરબી મંડળમાં આયોજન : યુવાનના વડાપ્રધાનના માસ્ક સાથે ગરબા

છોટી કાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરમાં નવલા નોરતાની ભકિતભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે. વિવિધ પ્રાચીન ગરબીઓમાં બાળકો અને બાળાઓ દ્વારા પ્રાચીન રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરાઇ રહી છે. સળગતી ઇંઢોળી, મશાલ રાસ, તલવાર રાસ, મણીયારો રાસ, સળગતા અંગારાનો રાસ જામનગરની વિવિધ ગરબીઓમાં થઇ રહ્યા છે.

- Advertisement -

જેને નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટે છે. જામનગરના પંચેશ્ર્વર ટાવર પાસે યોજાતી જયશ્રી ચામુંડા યુવક કુમારીકા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં છેલ્લા 15 વર્ષથી યુવકો દ્વારા સળગતી ઇંઢોળીનો રાસ યોજાઇ છે. નાના મોટા 30 જેટલા યુવાનો આ રાસમાં ભાગ લે છે. બાજરાનો લોટ, વાટ, કપૂર, તેલ, ધૂમ ગુગળ વડે વિશેષ ઇંઢોળી તૈયાર કરવામાં આવે છે. આ રાસની તૈયારી માટે એકાદ મહિનાથી પ્રેકટીશ કરતા હોય છે.

- Advertisement -

આ રાસમાં યુવાન વડાપ્રધાન મોદીના ચહેરાનું માસ્ક પહેરીને પણ ગરબે રમે છે. અમીત માંડવીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માસ્ક પહેરીને ઇંઢોળી રાસ રમે છે. સ્ટેજ પરથી મોદીની જેમ અભિવાદન કરતા લોકોને ખુબ ગમે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular