શકિત, ભકિત અને આસ્થાનું પાવન પર્વ એટલે નવરાત્રિ જ્યારે સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે ત્યારે જામનગરના આંગણે પણ ખેલૈયાઓનો ઉત્સાહ સમાતો નથી.
જામનગરની સ્વાસ્થ પ્રેમી જનતાએ પણ યોગ ગરબા કરીને નવરાત્રિની ભવ્ય ઉજવણી કરી હતી. જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા સંચાલીત યોગ કલાસ દ્વારા એમપી શાહ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર યોગ કલાસની તમામ બહેનો અને બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇને ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં આશરે 250થી વધુ ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી.


