Monday, December 23, 2024
Homeરાજ્યહાલાર અને પોરબંદરમાં ચોરી આચરનાર બે રિઢા તસ્કરો સામે ગેંગ કેસનો ગુનો

હાલાર અને પોરબંદરમાં ચોરી આચરનાર બે રિઢા તસ્કરો સામે ગેંગ કેસનો ગુનો

જામનગરના બે શખ્સો સહિતના ચાર શખ્સોની ટોળકી : જામનગરમાં પાંચ, ભાણવડમાં બે અને રાણાવાવમાં એક ચોરી આચરી : એલસીબી દ્વારા ગેંગ કેસનો ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર-દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ચોરી આચરતી ટોળકીના બે સાગરિતો વિરુધ્ધ એલસીબીની ટીમે ગેંગ કેસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર અને દ્વારકા જિલ્લામાં ચોરીઓ આચરતી ટોળકી સામે ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ લાદવા માટે તસ્કરો સામે ગેંગ કેસની ફરિયાદ અંર્તગત જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતાં સિદીક ઉર્ફે ઘેટો સલીમ રાજકોટીયા અને સફીક ઉર્ફે દંતો અજીજ ઓસમાણ લખાણા નામના બે શખ્સોએ હાલાર અને પોરબંદર જિલ્લામાં આઠ જેટલી ચોરીઓ તેના અન્ય સાગરિતો સાથે મળીને આચરી હતી. જેમાં ત્રણ ચોરી સીટી-એ

ડિવિઝનમાં અને એક સીટી-બી તથા એક સીટી-સી ડિવિઝનમાં તેમજ ભાણવડમાં બે ચોરી અને પોરબંદરના રાણાવાવમાં એક ચોરી મળી કુલ આઠ ચોરીઓ આચરી હતી.

- Advertisement -

આઠ ચોરીઓમાં ઝડપાયેલા બંને તસ્કરો વિરુધ્ધ એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા બંને તસ્કરો વિરુધ્ધ ગેંગ કેસની ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular