જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલમાં જ ચોરી આચરતી મધ્યપ્રદેશની ગેંગના ઝડપાયેલા નવ તસ્કરો વિરૂધ્ધ ગેંગ કેસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, કાલાવડ પંથકમાં થયેલી લાખોની ચોરીમાં હાલમાં એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશની તસ્કર ગેંગના નવ શખ્સોને ઝડપી લઇ પાંચ જેટલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી નવ શખ્સોની ધરપકડ કર્યા બાદ વધુ પૂછપરછ આરંભી હતી. દરમિયાન આ ચોરી આચરનારા મુનિલ ઉર્ફે મોહન ઉર્ફે મુનો સુભાષ બામણીયા, અનિલ સુભાષ બામણીયા, ધર્મેશ ઉર્ફે ધમો ગમરીયા વાસ્કેલા, રેમલા ઉર્ફે રામલાલ સાવલીયા અલાવા, પપ્પુ વેસ્તા મોહનીયા, અમરસિંહ ઉર્ફે નાનકો ગમરીયા, મંગેશ ઉર્ફે રમેશ ગમરીયા વાસ્કેલા, વેલસિંહ ઉર્ફે રાજુ ગમરીયા વાસ્કેલા અને ભુરા મંગરસીંગ અલાવા નામના નવ શખ્સોને ઝડપી લઇ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઇ જે.વી. ચૌધરી,પીએસઆઈ એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા ટીમે નવ શખ્સો વિરૂધ્ધ ગેંગ કેસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ કાર્યવાહી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કાલાવડના પીઆઈ બી એમ કાતરિયા, પીએસઆઇ એચ.બી. વડાવીયા, હેકો સંદીપસિંહ જાડેજા, જિતેન પાગદાર, વનરાજ ઝાપડીયા, પ્રતિપાલસિંહ સોઢા તથા પોકો ગૌતમ અકબરી, જયપાલસિંહ જાડેજા, સંજય બાલિયા, વાસુદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, વિપુલ રાફુચા, અનિરુધ્ધસિંહ જાડેજા, હાર્દિક ગોસાઇ, રવિરાજસિંહ જાડેજા, વિજય ઝુંઝા, સાજીદ બેલિમ, ભારતીબેન વાડોલીયા, શિતલબેન ઝાપડા, સ્નેહાબેન સાવલિયા તથા સ્ટાફે વધુ પૂછપરછ હાથ ધરી હતી.