વોર્ડ નં.9 લાખોટા મીગ કોલોની+ વિસ્તાર દ્વારા લાખેણા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.10 ના રોજ ગણપતિની સ્થાપના બાદ સવારે 7:30 વાગ્યે તથા રાત્રે 8:15 વાગ્યે આરતી થશે. આ ઉપરાંત તા.10 ના રોજ સાંજે 8:15 વાગ્યે મહાઆરતી, બપોરે 12:30 વાગ્યે અન્નકોટ આરતી બાદ બપોરે 2:30 વાગ્યે ગણેશ વિસર્જન સહિતના કાર્યક્રમો યોજાશે. મીગ કોલોની બુથ દ્વારા સતત 11મા વર્ષે લાખેણા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. બુથ પ્રમુખ અશોક ભદ્રા, બુથ વાલી મુકેશ દાસાણી, મીનાબેન દાસાણી સહિતના કાર્યકરોની ટીમ ગણેશ મહોત્સવ માટે જહેમત ઉઠાવી રહી છે.