લાલપુર તાલુકાના ટેભડાથી ધૂનડા જવાના માર્ગ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન છ શખ્સોને રૂા.56,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવહી હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામેથી પાંચ શખ્સોને બે મોબાઇલ અને રોકડ રકમ સહિત કુલ રૂા.35800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં નવાગામ ઘેડ રાજપૂત સમાજની વાડી પાસેથી જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા 10 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.16,300 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના સ્વામિનારાયણ ડ્રીમસીટી શેરી નં.7 માં જૂગાર રમતા હોવાની બાતમીના આધારે નવ શખ્સોને રૂા.11,120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના સીક્કામાંથી જૂગાર રમતા આઠ શખ્સોને રેઈડ દરમિયાન રૂા.15,270 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના ટેભડાથી ધૂનડા જવાના માર્ગ પર આવેલા ખેતરમાં તીનપતિનો જૂગાર રમતા બાબુ દેસુર ડાંગર, સંજય અમૃતલાલ ઠકરાર, દિનેશ ગગા ગાગિયા, રાજેશ કાંતિ વાછાણી, રાજેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, દિપક ઉર્ફે ભુરો લખમણ વરૂ નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.રૂા.56,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડા તાલુકાના મોટા ભાડુકીયા ગામે આવેલ સરકારી ખરાબામાં જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિજય ધનજી ગઢીયા, ચંદ્રેશ લવજી સખીયા, હારુન ગફાર રીગડિયા, મેહુલ વલ્લભ ઠેસીયા અને મનિષ કમલેશ સખિયા નામના પાંચ શખ્સોને રૂા.27,800 ની રોકડ રકમ તથા 8000 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.35,800 નો મુદ્દામાલ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં નવાગામ ઘેડ રાજપૂત સમાજની વાડી પાસેથી જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા જયેશ કાંતિલ કટારિયા, વિનોદ લક્ષમણ બરડિયા, મનોજ મગન ગોહિલ, મયુર રાજુ બાવરીયા, કાનજી નારણ ચૌહાણ, અજય રાજુ કંટારિયા, રામજી સીદી પરમાર, વિપુલ ભરત ચૌહાણ, પ્રવિણ દેવશી બારિયા, ધનેશ લક્ષ્મણ બેરલિયા નામના 10 શખ્સોને રૂા.16,300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગર શહેરના સ્વામિનારાયણનગર ડ્રીમસીટી શેરી નં.7 મા જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત ભાર્ગવ સુરેશ પાઉં, નીતિન બાબુ જોશી, વિપુલ નીતિન જોશી, રાકેશ નીતિન જોશી, આસીફ ગુલાબ ખોખર સહિતના નવ શખ્સોને રૂા.11,120 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગરના સીક્કામાં નાજ સિનેમા રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રમેશ દેવશી બુજડ, સુરેન્દ્રસિંહ નવુભા જાડેજા, વિરેન્દ્રસિંહ દિલાવરસિંહ વાઘેલા, અજીતસિંહ નવલસિંહ જાડેજા, ભરતસિંહ ધીરુભા ચુડાસમા, ઉદયસિંહ પથુભા જાડેજા, કિશોર રમેશ બુજડ, કિરીટસિંહ ઉદયસિંહ જાડેજા નામના આઠ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.15,270 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
છઠ્ઠો દરોડો, જામનગર શહેરના રવિ પાર્ક વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા રાજપાલ જીવા લુણા, પબુ વાલા લુણા, હરીયા રામદે લુણા અને પબુ માંડણ મુન નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.20,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
સાતમો દરોડો, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં નવાપરા સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમતા નવઘણ બાબુ કારાવદરા, રવિ મગન પરમાર, યતિન અરજણ ડાભી, અમિત ચિમન ડાભી નામના ચાર શખ્સોને રૂા.11,760 ની રોકડ રકમ અને છ હજારની કિંમતના મોબાઇલ મળી કુલ રૂા.17,760 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આઠમો દરોડો, જામનગરના શંકરટેકરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રામસંગજી રતનજી હોથી, હિરેન અનિલ ઝાલા, દેવજી અજુ મથર, નરશી નારણ મથર, નિકુલ મનસુખ ધોકિયા નામના પાંચ શખ્સોને રૂા.16700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નવમો દરોડો, કાલાવડ તાલુકાના બાવા ખાખરિયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા વિપુલ જીવા સોલંકી, જીતેન્દ્ર પ્રવિણ વઘેરા, જેન્તી લતીલાલ સોલંકી, વિજય મનજી સોલંકી, રમેશ હરજી સોલંકી, રસિક જશા સીગલ નામના છ શખ્સોને પોલીસે રૂા.15,230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
દશમો દરોડો, જામનગર શહેરના ચેમ્બર કોલોની વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ મહિલા અને મનસુખ રામજી પરેશા, અલ્તાફ પુંજા ખફી સહિત 10 શખ્સોને ઝડપી લઇ રૂા.11,750 ની રોકડ રકમ અને ગંજી5ના કબ્જે કર્યા હતાં.
અગિયારમો દરોડો, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અભેલાલ ખીમજી વારસકિયા, ભલજી રામજી વારસકિયા, મનસુખ મેઘજી વારસકિયા, મનસુખ અરવિંદ વારસકિયા, મોહન જેઠા વારસકિયા નામના પાંચ શખ્સોને રૂા.3500 ની રોકડ અને રૂા.7000 ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.10,500 નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બારમો દરોડો, ધ્રોલ તાલુકાના લૈયારા ગામ તરફના માર્ગ પર જાહેરમાં તીનપતિ રમતા અતુલ મોમજી દરગાણી, જયેશ લવજી દરગાણી, કાનજી ભીમજી ઝુંઝા, માવજી સુરેશ દરગાણી, રવિ રાજેશ રાઠોડ, અજય લવજી દરગાણી, અરાફત ઈસ્માઇલ ખિરા અને એક મહિલા સહિત 8 શખ્સોને રૂા.23810 ની રોકડ તથા 8 હજારના ચાર મોબાઇલ મળી કુલ રૂા.31,810 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તેરમો દરોડો, જામનગર શહેરના શાહ પેટ્રોલ પંપની સામે, અમન ચમન સોસાયટી, આરબ જમાતખાના વિસ્તારમાંથી રેઈડ દરમિયાન બશીર હારુન બાજરિયા, ઈમરાન ઓસમાણ ગોળવાલા, શબીર અજીજ પીપોતરા, અલ્તાફ હુશેન ખંભાળિયાવાલા, ઈકબાલ કાદર ખંભાળિયાવારા, મોહસીન રફિક મોતીવાલા, મજીદ રફિક પટેલ નામના સાત શખ્સોને રેઈડ દરમિયાન રૂા.16,200 ની રોકડ અને ગંજીપના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.