જામનગર શહેરમાં સૈફીના ઢાળિયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.27,270 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતી નવ મહિલાઓને રૂા.13,670ની રોકડ રકમ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના અલિયા ગામમાં તીનપતિ રમતા પાંચ શખ્સોને રૂા.11,180 ની રોકડ અને ગંજીપના સાથે અને અન્ય દરોડામાં પાંચ શખ્સોને રૂા.3960 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં વાલકેશ્વરીનગરી વિસ્તારમાં વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.3890 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જોડિયામાં મફતિયાપરા વિસ્તારમાંથી તીનપતિ રમતા ચાર શખ્સોને રૂા.3230 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં જાહેરમાં જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.3220 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગારદરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં સૈફીના ઢાળિયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઈમરાન હારુન ઉમરાની, હુશેન ઉર્ફે હુશો સતાર જુસાણી, અફઝલ અબ્દુલ ગોરી, મોસીન સીદીક મનોરીયા અને હુશેન ઉર્ફે મહમદ ઈબ્રાહીમ ધ્રોલિયા નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન પોલીસે રૂા.27,270 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામજોધપુર ગામમાં તીરૂપતિ સોસાયટી સંસ્કાર સ્કૂલ પાસેથી બગીચા નજીકથી તીનપતિનો જૂગાર રમતી નવ મહિલાઓને પોલીસે રૂા.13,670ની રોકડ રકમ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના અલિયા ગામમાં બાવળની ઝાડીઓમાં તીનપતિ રમતા ગોપાલ કિશોર સોલંકી, કિરીટ જેન્તી રાઠોડ, જેન્તી ગોવા રાઠોડ, મુસ્તાક મામદ સપડિયા અને કાના ખીમા કાસુન્દ્રા નામના પાંચ શખ્સોને પોલીસે રૂા.11,180 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ તથા અન્ય દરોડામાં ઉમેશ ધીરુ સોલંકી, પ્રવિણ જમન ડાભી, માનસંગ ગોવા રાઠોડ, રમેશ ગોવા રાઠોડ અને જેન્તી સીદી રાઠોડ નામના પાંચ શખ્સોને પોલીસે રૂા.3960 ની રોકડ તથા ગંજીપના સહિત ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમ દરોડો, જામનગરમાં વાલકેશ્વરીનગરી વિસ્તારમાં તકવાણીના દવાખાના પાસેથી વર્લીમટકાના આંકડા લખતા આરીફ ઉર્ફે ફારુક કાદર ધુધા અને આકાશ ચંદુ ધોકાઇ નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.3890 ની રોકડ અને વર્લીના આંકડા લખેલ ચીઠી તથા બોલપેન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છઠ્ઠો દરોડો જોડિયામાં મફતિયાપરા વિસ્તારમાંથી નાનો વાસ સહકારી મંડળી પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા રફીક ઈસાક જામ, વલી ઈસાક જામ, ફરીદ સીદીક નાઘીયા અને કરીમ હાસમ સાંમતાણી નામના ચાર શખ્સોને પોલીસે રૂા.3230 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
સાતમો દરોડો, લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં પ્રાથમિક શાળા પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સુરપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ નાથુભા જાડેજા, યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા, મુળુભા બાલુભા જાડેજા, ખુમાનસિંહ જટુભા જાડેજા નામના પાંચ શખ્સોેને પોલીસે રેઈડ દરમિયાન રૂા.3220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. દરોડા પૂર્વે હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા, નિકુળસિંહ ભીમભા જાડેજા, હરદીપસિંહ ગુલાબસિંહ જાડેજા નામના ત્રણ શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
જામનગર જિલ્લામાં સાત જૂગાર દરોડામાં 9 મહિલા સહિત 35 શખ્સ ઝડપાયા
સૈફીના ઢાળિયા પાસેથી જૂગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે: જામજોધપુરમાંથી તીનપતિ રમતા નવ મહિલા ઝડપાઈ : અલિયા ગામમાંથી જૂગાર રમતા 10 શખ્સ ઝબ્બે : જામનગરમાંથી વર્લીના આંકડા લખતા બે શખ્સ ઝડપાયા: મોટા ખડબામાંથી તીનપતિ રમતા પાંચ શખ્સ ઝબ્બે, ત્રણ નાશી ગયા : જોડિયામાંથી જૂગાર રમતા ચાર શખ્સ ઝબ્બે