જામનગર શહેરમાં કામદાર કોલોનીમાંથી જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.13170 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગોકુલનગરમાંથી પોલીસે જૂગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઈ રૂા.12780 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચાંપા બેરાજામાંથી પોલીસે રેઈડ દરમિયાન છ શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં પોલીસે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા દેવેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, દિપક પ્રેમચંદ ગુઢકા, હાર્દિક પ્રકાશ ગોસ્વામી, યોગેન્દ્રસિંહ જામભા જાડેજા, હરપાલસિંહ છોટુભા વાળા, અજય બાબુ ગોંડલિયા, નિરૂભા ભીખુભા જાડેજા અને અમિત વાલજી મારૂ નામના આઠ શખ્સોને રૂા.13,170 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં શિવનગર-1 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ દરોડા દરમિયાન ભોજા રણમલ બડિયાવદરા, જેઠા સાજણ કરમુર, મુકેશ જીવા વાઢીયા, જેન્તી કરશન સવાસળિયા નામના ચાર શખ્સોને રૂા.12,780 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના ચાંપાબેરાજામાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન નટુ ગગુ કુબેર, રેવતુભા માનસંગ જાડેજા, મજબુતસિંહ જીતુભા સરવૈયા, શકિતસિંહ હકુભા જાડેજા, રાજેન્દ્રસિંહ લખુભા ગોહિલ, હરદેવસિંહ કેશુભા જાડેજા નામના છ શખ્સોને રૂા.11,350 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રવિ પાર્ક શકિત ડેરી વાળી ગલ્લીમાં જાહેરમાં જૂગાર રમતા ત્રણ મહિલાઓને ઝડપી લઇ રૂા.4,720 ની રોકડ અને ગંજીપના કબ્જે કર્યા હતાં. પાંચમો દરોડો, લાલપુરના કાનાલુસના શિવ કોમ્પલેક્ષ પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પોલીસે રેઈડ દરમિયાન છોટેલાલ શિવજી શાહ, રેયાજોદીન કસ્મુદીન અંસારી અને ધર્મેન્દ્રકુમાર ભગવાનજી શાહ નામના ત્રણ શખ્સોને રૂા.960 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો લાલપુર તાલુકાના વડપાચસરા ગામમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મનિષ કડવા આરઠીયા, ચેતન ગાંગજી ખરા અને કાના રામા ખરા નામના ત્રણ શખ્સોને રૂા.1,530 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.