Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં જુદા જુદા આઠ સ્થળોએ જૂગારદરોડા

જામનગર શહેર-જિલ્લામાં જુદા જુદા આઠ સ્થળોએ જૂગારદરોડા

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા પાટીયા નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.41500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં અંધાશ્રમ આવાસ કોલોનીમાંથી તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.17350 ની રોકડ રકમ અને કામડિયાવાસમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.17260 ની રોકડ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઈ નાશી ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ આરંભી હતી. જામનગરના ગુલાબનગરમાં આવેલા રામવાડી વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.16030 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગોકુનલગરમાં જાહેરમાં જૂગાર રમતા ચાર મહિલાઓને રૂા.14400 ની રોકડ રકમ સાથે અને જોડિયા તાલુકાના મેઘપરમાંથી તીનપતિ રમતા છ શખ્સોને રૂા.11400 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગોકુલનગરમાં જાહેરમાં જૂગાર રમતા બે મહિલા સહિત આઠ શખ્સોને રૂા.10700 ની રોકડ રકમ સાથે અને બેડી ગેઈટ વિસ્તારમાંથી તીનપતિ રમતા ચાર શખ્સોને રૂા.7100 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

પ્રથમ દરોડો, જામનગર તાલુકાના સીક્કા પાટીયા નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હરપાલસિંહ જીતુભા કેર, સહદેવસિંહ મનુભા ગોહિલ, વિરમદેવસિંહ પ્રતાપસિંહ ગોહિલ, નટુભા બનેસંગ જાડેજા, જયેન્દ્રસિંહ ખીમાજી સોઢા, ગીરીરાજસિંહ ઉમેદસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.36,500 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતના ચાર મોબાઇલ મળી કુલ રૂા.41,500 ની કિંમતનો મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં જાહેરમાં જૂગાર રમતા સંજય રામશંકર નિશાદ, શિવશંકર રામપ્રસાદ નિશાદ, વિકાસ ગોરેલાલ નિશાદ, અજય બાબુરામ નિશાદ, રાહુલ નંદકિશોર નિશાદ, મોનુ વિશ્ર્વનાથ નિશાદ, ધવલ પ્રેમજી પરમાર, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.17,350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના કામળિયા વાસમાં ઘોડીપાસાનો જૂગાર રમતા વસંત બચુભાઈ ડામા, વિમલ વાલજી અમલ, સુરેશ ગંગારામ જોષી નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.17,260 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં તેમજ રેઇડ પૂર્વે નાશી ગયેલા હમીરસિંહ ઉર્ફે જુવાનસિંહ, ભરત હરસુખ ચૌહાણ અને રાજુ સવજી ચૌહાણ સહિતના છ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલા રામવાડી શેરી નં.4 ના છેડે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અનિલ દેવજી રાઠોડ, હરીશ મુળજી વાઘેલા, સતિષ ઉર્ફે કવો હરીશ ચૌહાણ, અશોક લવજી રાઠોડ, સંજય રવજી પરમાર, ભુપત ઉર્ફે અક્ષય બાબુ સોલંકી, વિકી ચંદુ ખવલિયા, યોગેશ તુલસી વાઘેલા સહિતના આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16,030 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલાઓને પોલીસે રૂા.14400 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

છઠો દરોડો, જોડિયા તાલુકાના મેઘપર ગામના દલિતવાસ વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા રમણિક પરબત ચૌહાણ, જેન્તી જીવા વાઘેલા, રમેશ ગોવિંદ વાઘેલા, જીતુ નાનજી વાઘેલા, ફુલચંદભાઈ મનજી ચૌહાણ, ગેલાભાઈ મોહનભાઈ ચૌહાણ સહિતના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા અલ્પેશ જીવરાજ નગરિયા, અતુલ જીવરાજ નગરિયા, કરશન દેવશી ગોજિયા, મગન ગોવિંદ સીતાપરા, રામ વજશી માડમ, ભરત કાંતિ ગોરી અને બે મહિલા સહિત આઠ શખ્સોને રૂા.10700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આઠમો દરોડો, જામનગર શહેરના બેડી ગેઈટ કડિયાવાડ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રમેશ પરમાનંદ ચતવાણી, શૈલેષ સુરેશ સોલંકી, ધર્મેશ દિનેશ સોલંકી અને હિતેશ હરી રાઠોડ નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.7100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular