જૂગાર દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલા ખેતરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડી નાલ ઉઘરાવતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ એચ વી પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન અર્જુનસિંહ ઉમેદસિંહ ઉર્ફે જયુભા જાડેજા, ભરત અમૃત વેકરીયા, ચિરાગ ધીરુ રૈયાણી, જયપાલસિંહ દશુભા જાડેજા, દિવ્યેશ ઉર્ફે કપલો મનસુખ સરધારા નામના પાંચ શખ્સોને રૂા.1,31,000 ની રોકડ રકમ અને રૂા.25000 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ તથા રૂા.6 લાખની કિંમતની થાર ગાડી મળી કુલ રૂા.7,56,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના ફગાસ ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પીએસઆઈ એચ. વી. પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા નિરુભા જાડેજા, યોગીરાજસિંહ ઉર્ફે યોગરાજ ઉર્ફે લાલો કુંવરસિંહ જાડેજા, રણજીતસિંહ દેવુભા રાઠોડ, ભગીરથસિંહ દેવુભા રાઠોડ, રહીમ અબા હાલેપોત્રા, જગદીશ બાબુ દોંગા, સુલેશ બટુક ડોબરીયા, ધના અજા લાંબરીયા, મહિપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને બે મહિલા સહિત 11 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.85540 ની રોકડ રકમ અને રૂા.10500 ની કિંમતના ત્રણ મોબાઇલ તથા ગંજીપના મળી કુલ રૂા.96040 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધ રી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં ગોદડીયા વાસમાં જાહેરમાં જૂગાર રમતા મુન્ના પ્રભુભાઈ ચારોલિયા, સીક્ધદર કાના જગુદડિયા, ભરત મનસુખ સરસાઇ નામના ત્રણ શખ્સોને રૂા.13,390 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં જૂગાર રમતા હોવાની પો.કો. યોગેશ મકવાણા, અને વિજય રાવલને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ચેતન બુધા સોલંકી, રોશન રાકેશ બુટીયા, મેહુલ જયેશ વાઘેલા, જયેશ સાગર કુંઢીયા નામના ચાર શખ્સોને રૂા.11,250 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા સાગર કાંતિ ગઢવી સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ભાવેશ હંસરાજ સદાદીયા, સાગર રતીલાલ આરઠીયા અને ચાર મહિલા સહિત છ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11,120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની તપાસ આરંભી હતી.
છઠો દરોડો, જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મુકેશ ખેતા મકવાણા, રમેશ પુના મકવાણા, વિશાલ મુકેશ મકવાણા, દિનેશ રામજી પરમાર, જય ગૌતમ મકવાણા, અશોક વાલા મકવાણા નામના છ શખ્સોને રૂા.7500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
સાતમો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાંથી જૂગાર રમતા વિજય લખમણ સરવૈયા, સિક્ધદર દાઉદ છછર, અમરશી રામજી લાલવાણી, નવઘણ લાલજી સરવૈયા નામના ચાર શખ્સોને ધ્રોલ પોલીસે રૂા.3690 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
આઠમો દરોડો, જામનગર તાલુકાના ખંભાલિડા ગામમાં લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા મનદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ હિતુભા જાડેજા, સંજયસિંહ રાજુભા જાડેજા, ઈન્દ્રસિંહ જયદેવસિંહ રાયજાદા નામના ચાર શખ્સોને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.2540 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
નવમો દરોડો, લાલપુર તાલુકાના ખડબા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા રમેશ મુળજી, દિનેશ ભોજા, ભરત રામા સોંદરવા નામના ત્રણ શખ્સોને લાલપુર પોલીસે રૂા.2410 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
દશમો દરોડો, લાલપુર ગામમાં વાલ્મિકીવાસમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલાઓને રૂા.1010 ની રોક ડરકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.