જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ પાસેથી સીટી એ પોલીસે વર્લીના આંકડા લખતો ઝડપી લઇ રૂા.2750 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ સર્કલ પાસે એક શખ્સ જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રાજેશ મોહનલાલ દાઉદીયા નામના શખ્સને રૂા.2750 ની રોકડ રકમ તથા વર્લીમટકાના સાહિત્યા સાથે વર્લીમટકાનો જૂગાર રમતા ઝડપી લીધો હતો.