જામનગરની જી. જી. હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં દર્દીઓને બેડ ન મળતા દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા હતાં. દર્દી સાથે એક સગાને મંજૂરી હોવા છતાં વધુ લોકો સાથે હોવાને કારણે વોર્ડમાં ભારે ભીડને કારણે અન્ય દર્દીઓ મુશ્કેલીમાં મૂકાયા હતાં.
જામનગરની જી. જી. હોસ્પિટલમાં પીડિયાટ્રીક વિભાગના વોર્ડમાં સારવાર અર્થે આવતા દર્દીઓને બેડની સુવિધા ન મળતા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વોર્ડમાં દર્દી સાથે તેના એક સગાને રહેવાની મંજૂરી હોવા છતાં વધુ સંખ્યામાં દર્દીના સગા વ્હાલા અંદર વોર્ડમાં રહેતાં હોય જેના પરિણામે વોર્ડમાં ભીડ પણ જોવા મળી હતી અને અન્ય દર્દીઓને પરેશાનીનો સામાનો કરવો પડયો હતો. દર્દીના સગા-વ્હાલાઓ વધુ સંખ્યામાં અંદર જતાં સિકયોરિટી સહિતના પ્રશ્ર્નો પણ સર્જાયા હતાં.