Saturday, January 11, 2025
Homeરાજ્યગુજરાતનાણા વર્ષ-24નો કાર્ગો પરિવહનના વોલ્યુમમાં 12.8% વધારા સાથે ઉત્સાહવર્ધક આરંભ

નાણા વર્ષ-24નો કાર્ગો પરિવહનના વોલ્યુમમાં 12.8% વધારા સાથે ઉત્સાહવર્ધક આરંભ

એપ્રિલ-23માં અદાણી પોર્ટ અને સેઝએ અત્યાર સુધીનો સૌથી વધુ માસિક 32.3 મિલી.મે.ટન કાર્ગો વોલ્યુમનો વિક્રમ સ્થાપ્યો : કૃષ્ણપટ્ટનમ પોર્ટ અને તુણા પોર્ટના માસિક વોલ્યુમો સર્વકાલીન ઉચ્ચ સ્તરે : ડોમેસ્ટિક ક્ધટેનર કાર્ગો વોલ્યુમમાં 13.6%નો વાર્ષિક ધોરણે વધારો થયો

- Advertisement -

ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ ગયા એપ્રિલ માસમાં કુલ 32.3 મિલીયન મેટ્રિક ટન કાર્ગોનું પરીવહન કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 12.8%ની વૃદ્ધિ દર્શાવે છે. કાર્ગો વોલ્યુમમાં આ વૃદ્ધિ ડ્રાય કાર્ગો વોલ્યુમમાં 9% (આયર્ન ઓર 64%, નોન-કુકિંગ કોલ 22% અને 67% કોસ્ટલ કોલ) તથા ક્ધટેનર વોલ્યુમમાં 13.6% ના થયેલા વધારાને આભારી છે.
અદાણી પોર્ટ અને સેઝના સી.ઈ.ઓ. અને પૂર્ણકાલિન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવાની અમારી વ્યૂહરચનાનું પરિણામનું પ્રતિબિંબ અમારા મોટાભાગના બંદરો પર કાર્ગોના વોલ્યુમમાં થયેલી વૃદ્ધિમાં દેખાય છે અને આ પોર્ટ એસેટ્સના આરઓસીઈને પ્રોત્સાહન આપવાનું નિરંતરચાલુ રાખશે. તેમણે ખુશી વ્યકત કરતા જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 24 ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન ધામરા એલએનજી ટર્મિનલ ઉપર તેનું પ્રથમ જહાજ બર્થ કર્યું છે અને આ ટર્મિનલ સાથે જોડાયેલ પાઈપલાઈનના નેટવર્કમાં કુદરતી ગેસનો પ્રવાહ શરૂ થયો છે, જે એલએનજી ટર્મિનલને કાર્યાન્વિત કરવાના અમારા મકસદને અનુરૂપ છે.

- Advertisement -

માસિક વોલ્યુમમાં ચાર બંદરોએ ક્રમશ:નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. જેમાં કૃષ્ણપટ્ટનમ (વાર્ષિક ધોરણે 22.6%ની ટકાવારીએ 5.2 મિલી.મે.ટન), ધામરા (વાર્ષિક ધોરણે 36.8%ની ટકાવારીએ 3 મિલી.મે.ટન), તુણા (વાર્ષિક ધોરણે 57.6%ની ટકાવારીએ 1.15 મિલી.મે.ટન) અને કાતુપલ્લી અને એન્નોરનો સંયુકત 1.7 મિલી.મે.ટન-13.3%નો સમાવેશ થાય છે. મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે 61,841 ખઝ વનસ્પતિ તેલ (સોયાબીન તેલ) નું સૌથી મોટું શિપમેન્ટ હેન્ડલ કરીને અગાઉના સૌથી વધુ 57,000 ખઝ (પામ ઓઇલ) નાં આંકને વટાવ્યો છે. ગંગાવરમ બંદરે તેના ગ્રાહકો પૈકના એક ગ્રાહક માટે કોસ્ટલ કોલ કાર્ગો હેન્ડલ કરવાના કારણે તેની સૌથી વધુ 88 માસિક રેક્સ સંભાળી હતી.

અમારા સંચાલન હસ્તકના બંદરો પર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલું રોકાણ કામકાજમાં સતત સુધારા કરવાના અમારા અભિગમને ઉત્સાહ પ્રેરે છે. કામગીરીની આ સફર આગળ વધારીને કંપનીએ દહેજ બંદરે ઓવરહેડ ઈલેક્ટ્રિક લાઈનોના વિસ્તરણની કામગીરી પૂર્ણ કરી છે. જેનાથી ભારતીય રેલ્વેના ઈલેક્ટ્રિક એન્જિનો સાથે રેકને હેન્ડલ કરવાની કામગીરીને સક્ષમ બનાવી છે. ચાલુ વર્ષના ગત એપ્રિલમાં દાદરી સુધી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર લાઇનની શરુઆત થતા ઈંઈઉની દાદરીથી મુંદ્રા પોર્ટ સુધીની ડબલ-સ્ટેક રેક સેવાઓ હવે કાર્યરત થશે. પાટલી ખાતેના અમારા ઈંઈઉના સહયોગથી આ જોડાણ મુંદ્રા પોર્ટ ઉપર વોલ્યુમમાં અને અદાણી લોજિસ્ટિક્સ માટે કુલ રેલ વોલ્યુમમાં વધારો કરશે. એપ્રિલ દરમિયાન, વાર્ષિક ધોરણે કુલ રેલ ક્ધટેનર વોલ્યુમ 22% વધીને 47122 ઝઊઞ અને બલ્ક કાર્ગો વોલ્યુમ 40% વધીને 1.4 મિલી.મે.ટનેે થયું. દેશના રેલ નેટવર્કનો આગળ વધી રહેલો વિકાસ સરકારની મહત્વાકાંક્ષા સાથે ભારતના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સને આગળ ધપાવવાનું ચાલુ રાખશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular