Sunday, December 22, 2024
Homeમનોરંજનવ્હોટ્સએપમાં આવ્યું મજેદાર ફીચર, આ રીતે કરો ઉપયોગ

વ્હોટ્સએપમાં આવ્યું મજેદાર ફીચર, આ રીતે કરો ઉપયોગ

- Advertisement -

વ્હોટ્સએપ તેના લાખો વપરાશકર્તાઓના ચેટ અનુભવને પહેલા કરતા વધુ મનોરંજક બનાવવા માટે નવી સુવિધાઓ લાવતું રહે છે. ત્યારે કંપની દ્વારા વધુ એક ફીચર લોંચ કરવામાં આવ્યું છે. વોટ્સએપના આ  નવા ફીચરમાં ઈમોજી રિએક્શનનો સમાવેશ થાય છે.

- Advertisement -

લાંબા ટેસ્ટિંગ તબક્કા પછી કંપનીએ આ ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. હવે વ્હોટસએપમાં ઈમોજી રિએકશન પણ થઇ શકશે. તમે સેન્ડ કરેલ અથવા તો જે મેસેજ રીસીવ કરો છો તેના પર ક્લિક કરવાથી ઈમોજી રીએક્શન સેન્ડ થઇ શકશે. અને સામેવાળા વ્યક્તિના ફોનમાં મેસેજ નોટીફીકેશન પણ આવશે. આવનારા અપડેટ્સમાં કંપની કલર ટોન અને ઇમોજીની સંખ્યામાં વધારો કરશે. વપરાશકર્તાઓ કોઈપણ સંદેશને લાંબા સમય સુધી દબાવીને ઇમોજી વિકલ્પને ઍક્સેસ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.

આ ફીચર ઘણા સમયથી ટેલિગ્રામ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ હતું, તેથી અહીં પણ તેની જરૂરિયાત અનુભવાઈ હતી.  આમાં યુઝર્સ ઈમોજીથી કોઈપણ મેસેજ પર ઈમોજી દ્વારા રિએક્શન આપી શકે છે. તેઓએ ટેક્સ્ટ ટાઇપ કરવામાં સમય બગાડવો પડશે નહીં શરૂઆતમાં કંપનીએ માત્ર 6 ઈમોજીનો વિકલ્પ આપ્યો છે. એટલે કે, તમે અત્યારે આ 6 ઇમોજી સાથે રિએક્શન આપી શકશો. અગામી અપડેટમાં વધુ ઈમોજીનો ઓપ્શન મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular