Thursday, December 18, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં PM-KUSUM યોજના હેઠળ ફાળવાયેલ ભંડોળમાં રૂ. 230.42 કરોડનો ઉછાળો

ગુજરાતમાં PM-KUSUM યોજના હેઠળ ફાળવાયેલ ભંડોળમાં રૂ. 230.42 કરોડનો ઉછાળો

રાજ્યના 2,28,504 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો : રાજ્યસભા સાંસદ પરીમલ નથવાણી દ્વારા પુછાયેલ પ્રશ્ર્નમાં મંત્રીએ આપ્યો ઉત્તર

- Advertisement -

ગુજરાતમાં પીએમ કુસુમ યોજના હેઠળ ફાળવાતા ભંડોળ સહિતની બાબતો અંગે રાજ્યસભા સાંસદ દ્વારા પૂછાયેલ પ્રશ્ર્નમાં નાણાંકીય વર્ષ 2023માં રૂા.7.83 કરોડથી નાણાંકીય વર્ષ 2026માં રૂા.30.42 કરોડનો ઉછાળો થયો હોવાનો ગુજરાત રાજ્યમંત્રી દ્વારા જણાવાયું હતું.

ગુજરાતમાં 2022-23 પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં 2843% નો જંગી વધારો જોવા મળ્યો છે. તદુપરાંત, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,28,504 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુન:પ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે 16 ડિસેમ્બર, 2025 ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.

- Advertisement -

પીએમ-કુસુમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. 6392.98 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં 2022-23માં રૂ. 801.36 કરોડ, 2023-24માં રૂ. 996.33 કરોડ, 2024-25માં રૂ. 2,564.14 કરોડ અને 2025-26માં (30 નવેમ્બર 2025 સુધી) રૂ. 2,031.15 કરોડનો સમાવેશ થાય છે. આ જ સમયગાળામાં ગુજરાતને કુલ રૂ. 326.92 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં 2022-23માં રૂ. 7.83 કરોડ, 2023-24માં રૂ. 28.72 કરોડ, 2024-25માં રૂ. 59.95 કરોડ અને 2025-26માં રૂ. 230.42 કરોડનો સમાવેશ થાય છે.

નથવાણીએ પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM)  યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો અને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીના લાભાર્થીઓની કુલ સંખ્યા વિશે જાણકારી માંગી હતી.

- Advertisement -

મંત્રીના નિવેદન મુજબ, ઘટક-A હેઠળ, ખેડૂતો સૌર ઉર્જા અપનાવવા માટે સક્ષમ બને છે અને ’અન્નદાતા’ની સાથે ’ઉર્જાદાતા’ પણ બને છે તથા તેમની આવકમાં વધારો કરે છે. ખેડૂતો તેમની જમીન સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભાડે આપી શકે છે અને વર્ષે હેક્ટર દીઠ રૂ. 80,000 સુધીની કમાણી કરી શકે છે. ઘટક-અહેઠળ કાર્યરત થયેલા પ્લાન્ટ્સ માટે સરેરાશ મધ્યમ આવક પ્રતિ મેગાવોટ મહિને રૂ. 4.5 લાખ છે.

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ઘટક-B હેઠળ, હાલના ડીઝલ પંપને સોલાર પંપથી બદલવામાં આવે છે. પ્રતિ દિવસ 4.6 લિટર (5 હોર્સપાવરના પંપ માટે)ના વપરાશ અને ડીઝલના આશરે રૂ. 87/લિટરના વર્તમાન ભાવને ધ્યાનમાં લેતાં, ખેડૂત એક વર્ષ કરતા ઓછા સમયમાં ખર્ચ વસૂલ કરી શકે છે. જેના પરિણામે ખેડૂતોને ડીઝલ ખર્ચમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 60,000ની બચત થાય છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ઘટક-C હેઠળ ખેડૂતો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીન ભાડે આપીને એકરે વાર્ષિક રૂ. 25,000 કમાઈ શકે છે.

પીએમ-કુસુમ એ માંગ-આધારિત (ડિમાન્ડ ડ્રિવન) યોજના છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રાપ્ત થયેલી માંગ અને દર્શાવેલી પ્રગતિના આધારે ક્ષમતાઓ ફાળવવામાં આવે છે. પીએમ-કુસુમ યોજના હેઠળ ભંડોળ પ્રાપ્ત થયેલી માંગ, જઈંઅત (સ્ટેટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સીઝ) દ્વારા અહેવાલ કરાયેલી પ્રગતિ અને યોજનાની માર્ગદર્શિકાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular