જોડિયા પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં છેલ્લાં 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના કેસમાં આરોપી મધેશ ઉર્ફે માધુ કેવન માવી નામનો શખ્સ છેલ્લાં 11 વર્ષથી નાસતો ફરતો હોય દરમિયાન પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદભાઈ ભરવાડ, સલીમભાઈ નોયડા, ભરતભાઈ ડાંગર, કાસમભાઈ બ્લોચને આરોપી મધ્યપ્રદેશમાં હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એલ.જે. મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા આરોપી મધેશ ઉર્ફે માધુ કેવન માવી ને તેના નિવાસસ્થાન રઠોડી (મ.પ્ર.) થી ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે જોડિયા પોલીસને સોંપી આપ્યો હતો.