Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતકમોસમી વરસાદનું ગ્રહણ લાગતા ફ્રુટના ભાવો આસમાને

કમોસમી વરસાદનું ગ્રહણ લાગતા ફ્રુટના ભાવો આસમાને

ફળોના ભાવમાં 30 થી 40 ટકા વધારો

રાજ્યભરમાં સતત વાતાવરણમાં ફેરફાર થતો રહ્યો છે. કમોસમી વરસાદના લીધે ફ્રુટના ભાવો આસમાને પહોંચી ગયા છે. કૃષિપાક અને બાગાયતી પાકને ખૂબ નુકસાન થયું છે. બીજી તરફ રમજાન મહિનો ચાલી રહ્યો છે. જેના કારણે ફળોની માંગમાં જોરદાર વધારો થયો છે.

- Advertisement -

માંગ વધતા નંગદીઠ કે કિલો પ્રમાણે વેચાતા ફળોના ભાવમાં 30 થી 40 ટકા વધારો થયો છે. જેનું કારણ બદલાયેલું હવામાન છે. ફ્રુટ માર્કેટમાં ફળોની આવક ઘટી છે. કેરી, તરબુચ, દ્વાક્ષ, ચીકુ, કેળાની આવક પણ કમોસમી વરસાદની અસર જોવા મળી છે. કેરીની આવકમાં 50 થી 60 ટકા ઘટાડો છે. એક કિલો દ્વાક્ષની કિંમત રૂા.50 થી શરૂ થઈને 160 સુધીની છે. જ્યારે મોસંબી પણ 10 કિલોની બોરી 500 થી 600 માં મળી રહે છે. આમ એકંદરે 30 થી 40 ટકાનો વધારો નોંધાયો છે.

ફ્રુટ માર્કેટમાં સફરજન, કેલીફોનિયા, દ્વાક્ષ, ઓરેંજ, કીવી સહિતના ફ્રુટ ગુજરાત બહારથી આવી રહ્યા છે. જેના ભાવો ઉંચા રહે છે અને ગુજરાતના ફ્રુટોને કમોસમી વરસાદ નડયો છે. તેથી આવક ઓછી રહેતા ભાવો આસમાને પહોંચ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular