Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆવતીકાલથી જામનગરમાંથી 1ર0 માઈક્રોન સુધીનું પ્લાસ્ટિક બજારમાંથી જપ્ત કરવામાં આવશે

આવતીકાલથી જામનગરમાંથી 1ર0 માઈક્રોન સુધીનું પ્લાસ્ટિક બજારમાંથી જપ્ત કરવામાં આવશે

પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને તા.31/1ર/ર0રર સુધી 7પ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક પર પ્રતિબંધનો લગાવવામાં આવ્યો હતો. જે જાહેરનામ મુજબ તા.01/01/ર0ર3 થી 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય તા.1 લી જાન્યુઆરી-ર0ર3 થી આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જેની દરેક વેપારીઓ/વિક્રેતાઓ/ધંધાર્થીઓ/દુકાન ધારકોએ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular