Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમહત્વના સમાચાર : આજથી બેન્કોના કામકાજનો સમય બદલાયો

મહત્વના સમાચાર : આજથી બેન્કોના કામકાજનો સમય બદલાયો

- Advertisement -

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશમાં બજારના કારોબાર અને બેંકિંગ સમયને સુધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. જેને લઇને આજથી એટલે કે 18 એપ્રિલથી દેશભરમાં બેંકોના કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  હવે બેંક સવારે 9 વાગ્યે ખુલી જશે. જો કે, બેંક બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર થયો નથી. હવે બેંકમાં ગ્રાહકોને પોતાનું કામ પુરુ કરવા માટે વધું એક કલાકનો સમય મળશે.  અગાઉ બેન્કોનું કામકાજ 10 વાગ્યે શરુ થતું હતું.

- Advertisement -

ભારતીય રીઝર્વ બેંક દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોરોના વાયરસ મહામારીને પગલે બેંકો શરૂ થવાનો સમય ઘટાડી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઓછુ થતા બેન્કો 9 વાગ્યાથી ખુલી જશે અગાઉ બેન્કો 10 વાગ્યે ખુલતી હતી. અને જોકે, બેંક બંધ થવાનો સમય અગાઉ હતો તે જ રહેશે. આજથી ગ્રાહકોને એક કલાક વધારાનો મળશે. જેનાથી ગ્રાહકો બેન્કિંગ સેવાઓને લાભ મેળવી શકશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેગ્યુલેટેડ માર્કેટના માર્કેટ ટ્રેડિંગના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બજારનો વેપાર સવારે 10.00 વાગ્યાને બદલે એક કલાક વહેલો સવારે 9:00 વાગ્યાથી શરૂ થશે. બપોરે 3:30 વાગ્યા સુધી આ ધંધો ચાલુ રહેશે. અગાઉ સવારે 10:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી ધંધો ચાલતો હતો. એટલે કે હવે તેમાં 30 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular