Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઆજથી રાત ટૂંકી અને દિવસ લાંબા થવાનો પ્રારંભ

આજથી રાત ટૂંકી અને દિવસ લાંબા થવાનો પ્રારંભ

આજે લાંબામાં લાંબી રાત્રી અને દિવસ ટૂંકો રહેશે

- Advertisement -

છ માસથી દક્ષિણ તરફ ઢળતો સૂર્ય હવે આજથી રાત્રિથી દિશા બદલીને ઉત્તર તરફ ઢળશે જેને ઉત્તર અયનકાળ અર્થાત્ શિયાળુ અયનકાળ (વિન્ટર સોલ્સટાઈસ) કહે છે તે શરુ થશે. સમસ્ત જીવસૃષ્ટિને અસર કરતા આ ચક્રનું માત્ર ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ, તારીખ નિર્ધારણની દ્રષ્ટિએ જ નહીં પરંતુ, ધાર્મિક, આદ્યાત્મિક સહિત અનેક રીતે મહત્વ રહ્યું છે.

- Advertisement -

પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે તે સર્વવિદિત છે, આ પૃથ્વી એક તરફ નમેલી રહીને આ પ્રદક્ષિણા કરે છે. જેના પગલે તે જ્યારે દક્ષિણ તરફ નમવાનું શરુ કરે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં (કે જેમાં ભારત સહિત દેશો આવેલા છે) સૂર્યપ્રકાશ ઓછો હોય અને તે સમયમાં જ શિયાળો હોય છે.

આજે સાંજે 6.07 વાગ્યે સૂર્ય આથમશે. આમ, રાત્રિ 13 કલાક કરતા વધુ સમયની રહેશે. જે સૌથી લાંબી રાત્રિ હોય છે. ત્યારબાદ માત્ર સેક્ધડોમાં દિવસ લાંબો થતો જશે, જેમ કે તા.31 ડિસેમ્બર આવતા સુધીમાં આશરે દોઢ મિનિટ દિવસ લાંબો થશે.

- Advertisement -

સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય દરેક શહેર પ્રમાણે અલગ અલગ છે, કારણ કે પૃથ્વી ગોળ છે અને એક તરફ નમેલી છે, ઉત્તર ગોળાર્ધમાં ઉત્તરાયણ શરુ થશે તો બીજી તરફ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાયન શરુ થશે એટલે કે આવતીકાલે ત્યાં સુધી મોટો દિવસ હશે.

દેશમાં ઉત્તરાયણ તા.14 જાન્યુઆરીએ ઉજવાય છે જે કારણે ઘણા તે દિવસથી રાત્રિ ટૂંકી થતી હોવાનું માની લે છે પરંતુ, ઉત્તર અયનકાળ 21 કે 22 ડિસેમ્બરે થતો હોય છે અને તે છેક તા. 21 જૂન સુધી ચાલે છે. તા. 21 જૂને વર્ષમાં સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હોય છે.

- Advertisement -

ચાર દિવસો તારીખ, વર્ષના દિવસો વગેરે નિર્ધારણમાં ખૂબ મહત્વના હોય છે. ડિસેમ્બર અને જૂનની તા.21ના અયનકાળ તો તા.20 માર્ચ અને તા.23 સપ્ટેમ્બર વિષુવકાળ હોય છે જ્યારે દિવસ અને રાત્રિ બન્ને સરખા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular