Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઆજ સાંજથી પ્રચાર પડઘમ શાંત

આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત

ઉમેદવારો દ્વારા ગુપ્ત પ્રચાર અને ખાટલા પરિષદનો ધમધમાટ શરૂ થશે: ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા વહીવટ તંત્ર સજજ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તૈયારીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત થયુ છે. તો બીજી બાજુ આજ સાંજથી ચૂંટણીપંચની ગાઇડલાઇન અનુસાર પ્રચાર પડઘમ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવશે. પ્રચાર પડઘમ શાંત થઇ જતા હવે છેલ્લી કલાકોમાં ગુપ્ત મિટિંગો અને ખાટલા બેઠકોનો પડાવ શરૂ થશે.

- Advertisement -

રવિવારે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણીને ધ્યાને લઇ ઉમેદવારો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે. જામનગરમાં ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો આડે હવે 48 કલાક જેવો સમયબાકી રહ્યો છે. ત્યારે જામનગરમાં જાહેરનામા મુજબ જાહેર સભાઓ અને વાહનો દ્વારા થતી પ્રચાર પ્રક્રિયા ઉપર રોક લાગી જશે.

અંતિમ તબકકામાં પહોંચેલી ચૂંટણી પ્રક્રિયા એકદમ શાંત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટેની વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા તૈયારીઓ થઇ રહી છે. આજ સાંજથી ચૂંટણીના જાહેરનામા મુજબ પ્રચાર પ્રક્રિયા બંધ થઇ જશે. મતદારો પોતાના મતાધિકારનો નિર્ભિત રીતે ઉપયોગ કરી શકે તે માટે તંત્ર દ્વારા માઇક્રો પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા નિર્ભિત રીતે અને શાંત વાતાવરણમાં કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી રવિશંકરની આગેવાની હેઠળ ચૂંટણી અધિકારીઓની ટીમ મતગણતરી સુધીની અંતિમ પ્રક્રિયામાં ફરજ બજાવશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે 236 ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે. ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો એ ઝડપી પ્રચાર પ્રસાર પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કર્યો હતો. હોર્ડીગ, કાર્યાલય, ડોર ટુ ડોર જનસંપર્ક, સમાજની મિટિંગો સહિતની પ્રચાર પ્રક્રિયાનો પંચના જાહેરનામા મુજબ આજે અંતિમ દિવસ છે. આજે સાંજથી આ પ્રચાર પડઘમ શાંત થઇ જશે અને હવે ચૂંટણી પૂર્વેના છેલ્લા કલાકો દરમ્યાન ગુપ્ત મિટિંગો અને ખાટલા પરિષદો પડાવ શરૂ થશે.આજથી પ્રચાર-પ્રસારના પડઘમ શાંત થતા ઉમેદવારો ગુપ્તરીતે મતદારોનો સંપર્ક કરી મતદારો સુધી પહોંચવા શકય તેટલા પ્રયાસો હાથ ધરશે. પ્રચાર પડઘમ શાંત પડતા જ ગુપ્ત મિટિંગો તથા ખાટલા પરિષદોનો દોર શરૂ થશે. ખાટલા પરિષદો તથા ગુપ્ત રાહે મિટિંગો યોજી ઉમેદવારો વિજયી થવા પ્રયત્નો હાથ ધરશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular