દેશમાં કોપર ખાણ મામલે પહેલાથી જ નંબર-1 રાજ્ય રાજસ્થાનમાંથી ફરી સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાનના ખેતડી કોપર માઈન્સ બાદ હવે ભીલવાડાના ચાંડગઢમાં તાંબાનો પુષ્કળ ભંડાર હોવાના સંકેત મળ્યા છે.
રાજસ્થાનની ખનીજ શોધખોળ પાંખે ડ્રિલિંગની કામગીરી શરૂ કરી દીધી છે અને નજીવા ખોદકામ દરમિયાન કોપરના ઘણા નમૂનાઓ મલ્યા છે. આ શોધખોળની શરૂઆતની કામગીરીમાં લોખંડની સાથે તાંબાનો ભંડાર મળવાના સંકેત મળ્યા છે. ભીલવાડાના ચાંડગઢમાં લોખંડ માટે 22મી ઓગસ્ટે ડ્રિલિંગની કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં 100 મીટર ઉંડાણમાં 35 બોરહોલ પર કામગીરી ચાલી રહી છે.
અધિક મુખ્ય સચિવ ખાણ અને પેટ્રોલિયમ ડો. સુબોધ અગ્રવાલે જણાવ્યું કે, ભીલવાડાના કોટડી તાલુકાના ચાંદગઢમાં લોખંડ અને આયર્ન ઓરની શોધ દરમિયાન તાંબુ એટલે કે કોપરનો ભંડાર મળવાના સારા સંકેત મળ્યા છે.