Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ઘોડી પાસા ખેલતા 12 શખ્સ ઝડપાયા

જામનગરમાંથી ઘોડી પાસા ખેલતા 12 શખ્સ ઝડપાયા

કાલાવડના ટોડા ગામેથી જુગાર રમતા 5 શખ્સ ઝબ્બે, એક ફરાર : પોલીસે 3 દરોડામાં રૂ.40હજાર ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો

- Advertisement -

જામનગર જીલ્લામાં જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન કાલાવડના ટોડા ગામેથી જુગાર રમતા 5 શખ્સોની ધરપકડ કરી મોબાઈલ સહીત રૂ.15460ની રોકડ જપ્ત કરી હતી. અન્ય દરોડો જેમાં જામનગરના કાલાવડ નાકા બહારથી પોલીસે ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સોની ધરપકડ કરી રૂ.10800 ની રોકડ કબજે કરી હતી. અન્ય દરોડો જેમાં ખોજાવાડ માંથી ઘોડીપાસાનો જુગાર રમતા 8 શખ્સોની ધરપકડ કરી રૂ.14,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

- Advertisement -

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામે છ શખ્સો જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે દરોડામાં ચેતનસિંહ મંગળસિંહ જાડેજા, બાલુભાઈ લખમણભાઈ મોઢવાડીયા, યોગરાજસિંહ કુંવરસિંહ જાડેજા, અનીલભાઈ દામજીભાઈ દોંગા, જગદીશભાઈ બાબુભાઈ દોંગાની અટકાયત કરી સુનીલભાઈ હીરપરા નામનો શખ્સ નાશી છુટ્યો હતો. તમામ વિરુધ કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુન્હો નોંધી રૂ.2000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સહીત રૂ.15460નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય દરોડો જેમાં સીટી એ ડીવીઝન પોલીસે કાલાવડનાકા બહાર રંગુનવાળા ચોક માંથી ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો આબિદભાઈ યુનુસભાઈ બલોચ, કાસમભાઈ મોહમદભાઈ આલોઠ, સરફરાજ ફિરોઝભાઈ કાસ, કાસમભાઈ અલીભાઈ બાંજા નામના શખ્સોની અટકાયત કરી રૂ.10800ની રોકડ જપ્ત કરી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -

જામનગરના ખોજાવાડમાં ગઈકાલના રોજ 8 શખ્સો ઘોડીપાસાનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હતા ત્યારે પોલીસે હફીઝ ગફારભાઈ ઓડિયા, ફારુકભાઈ મહમદભાઈ ડાકોરા, મોસીનભાઈ વલીમામદભાઈ પીઠડિયા, સાહીદભાઈ મહમ્મદભાઈ ગોધાવિયા, મકસુદ હારુનભાઈ ચાકી, મહેશભાઈ હંસરાજભાઈ ગોંડલિયા, મૌસીન ગફારભાઈ ડાકોરા, આસિફ વલીમામદભાઈ પીઠડીયાને ઝડપી લઇ રૂ.14400ની રોકડ કબજે કરી તમામ વિરુધ સીટી એ ડીવીઝન પોલીસ દફતરે ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular