જામનગર તાલુકાના દરેડમાં સરદારનગર ગેઈટની સામે સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા 10 શખ્સોને પોલીસે રૂા.12320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં સરદારનગર ગેઈટની સામે સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રાજેશ જગદીશ યાદવ, અજય રજજન યાદવ, ઉમેશ રજ્જન યાદવ, તિલક જગદીશ યાદવ, મુકેશ હીરાલાલ પટેલ, હરીદાસ માખન પટેલ, જગદીશ ગજાધર પટેલ, પ્રશાંત સુરેશ પટેલ, કનૈયા વ્રજલાલ પટેલ, ચિન્તામન ગુબન્દીલાલ પટેલ સહિતના 10 શખ્સોને તીનપતિનો જૂગાર રમતા રૂા.12320 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.