વર્ષ 2023-24નું નાણાકીય વર્ષ ગઇકાલે તા. 31 માર્ચના રોજ પૂર્ણ થતાં જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા તિજોરી કચેરી મોડીરાત્રી સુધી ચાલુ રહી હતી. નાણાકીય વર્ષની સાથે જામનગર મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફીનો ગઇકાલે અંતિમ દિવસ હોય, રવિવારની રજા હોવા છતાં પણ બાકી મિલકત વેરો ભરપાઇ કરવા માટે જામનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા સિવિક સેન્ટરો ચાલુ રહ્યા હતાં.