Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયગાડી બંધ પડી જતા મિત્રો ધક્કો મારી રહ્યા હતા અને ટ્રક ચાલકે...

ગાડી બંધ પડી જતા મિત્રો ધક્કો મારી રહ્યા હતા અને ટ્રક ચાલકે અડફેટે લેતા 3ના મોત

- Advertisement -

ગુજરાત સહીત દેશભરમાં રોજે અકસ્માતના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે રોજ એક ટ્રક ચાલકે ત્રણ મિત્રોને અડફેટે લેતા ત્રણેયના મોત નીપજ્યા છે. આ ઘટના પંજાબના લુધિયાણા જીલ્લામાં મોડી રાત્રે બની હતી. રસ્તામાં ગાડીમાં પટ્રોલ પૂરું થઇ જતા ત્રણ મિત્રો તેને ધક્કો મારી રહ્યા હતા ત્યારે અચાનકથી એક ટ્રક ચાલકે ઠોકર મારતા ત્રણે મિત્રોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

- Advertisement -

પંજાબના લુધિયાણા જિલ્લામાં હાર્ડિજ વર્લ્ડ નજીક ગત મોડી રાત્રે સંજીવ કુમાર (35), અરુણ કુમાર (22), કિશન (22) આ 3 મિત્રો મોડી રાતે પોતાનાં ઘર તરફ જઈ રહ્યા હતા અને બીજી ગાડીમાં તેમનો ભાઈ અજય બીજા 4 લોકો સાથે પાછળ આવી રહ્યો હતો. ઘરે પાછા ફરતા સમયે રસ્તામાં જ ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, જેથી મોડી રાતે તેઓ ગાડીને ધક્કો મારીને પેટ્રોલપંપ સુધી લઈ જતા હતા. તેવામાં અચાનક પૂરઝડપે આવતી એક ટ્રકે તેમને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ત્રણેયમિત્રોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.

 મૃતક યુવક સંજીવનો ભાઈ તેના અન્ય મિત્રો સાથે પાછળ બીજી ગાડીમાં આવી રહ્યો હતો. તેણે જ્યારે હાઈવે પર પોતાના ભાઈઓની ગાડીને ઊભેલી જોઈ ત્યારે તેણે આ અકસ્માતની જાણ થઈ હતી. પરંતુ ત્યાં ત્રણેયના મૃત્યુ થઇ ચુક્યા હતા. અને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોચી ટ્રક છોડીને નાશી છુટેલા ડ્રાઈવર વિરુધ ગુન્હો નોંધી તેની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular