ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ તાજેતરમાં ગાઇડન્સ મુજબ વનસ્પતિ તેલ કે કોઇપણ પ્રકારના તેલને વારંવાર ગરમ કરવાથી કેન્સર અને હાર્ટ એટેક જેવી બિમારીઓ થઇ શકે છે.
સામાન્ય રીતે આપણે જયાં સુધી તેલ ખતમ ના થાય ત્યાં સુધી ‘દાઝયું તેલ’ વારંવાર વાપરીએ છીએ જે આપણી હેલ્થ માટે હાનિકાર છે. આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ તેલને વારંવાર ગરમ રવાથી તેમાં ઝેરી તત્વોનું સર્જન થાય છે જે હૃદયરોગ અન કેન્સર જેવી બિમારીઓને નોતરે છે. તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલી ચરબી ટ્રોસ ચરબીમાં પરીવર્તીત થાય છે. જેના ઉપયોગથી શરીરમાં ટ્રોસ ચરબી વધે છે. અને બિમારીનો ભોગ બને છે. આઇસીએમઆાર કહે છે કે, એક વખત તળાવમાં વાપરેલા તેલનો સબજી બનાવવામાં ઉપયોગ કરી શકાય પરંતુ ફરી તેન તળવામા ઉપયોગ ન કરવું જોઇએ. તેમજ દાઝયા તેલનો એક કે બે દિવસમાંજ ઉપયોગ કરવા જણાાવ્યું છે. તેલને વારંવાર ગરમ કરવાથી ટ્રોસ ચરબી અને એક્રિલામાઇડ જેવા હાનિકારક તત્વોનું નિર્માણ થાય છે. આ ઉપરાંત તેલ ફરી બીજી વખત ગરમ થવાથી ફી રેડિકલ્સ અને અન્ય તત્વોનો ઉદય થાય છે. જે શરીરમાં સોજા, હૃદયરોગ, લીવરની બિમારીને નોતરે છે.