જામનગરના સહજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ યુવા સોશ્યલ ગ્રુપ જામનગર, જામનગર તાલુકા અભ્યુદય મંડળ અને મહિલા પાંખ જામનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 11 ના રોજ ગુંજન વિદ્યાલય ખોડીયાર લોકોની પોલીસ ચોકી પાસે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના તેમજ તમામ જ્ઞાતિના લોકો માટે વિનામૂલ્ય વેક્સિનેશન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 165 લોકોએ વેક્સિન લીધી હતી
આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર તપન પરમાર, ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા, લાભુબેન બંધીયા, પ્રભાબેન ગોરીયા, પૂર્વ ટ્રસ્ટી અને સિનિયર પત્રકાર હિરેન ત્રિવેદી, ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ ત્રિવેદી, હિરલ ત્રિવેદી, અભ્યુદય મંડળના પ્રમુખ પ્રવીણ ભાઈ ત્રિવેદી, યુવા સોશ્યલ ગ્રુપ જામનગરના પ્રમુખ બિપીનભાઈ ત્રિવેદી, સંદીપભાઈ ત્રિવેદી, મહિલા પાંખના પ્રમુખો પ્રતિભા બેન દિનેશ ભાઈ ત્રિવેદી, બકુલભાઈ ત્રિવેદી, હિમાંશુભાઈ પાંધી, પત્રકાર અતુલભાઇ મહેતા,પ્રવિણસિંહ ઝાલા, દીપ ત્રિવેદી ઉપરાંત મહાનગરપાલિકાના સ્ટાફના ડોક્ટર જાલવીકા પટેલ, કિંજલબેન હમીરપરા, કરણ દીપ ભાઈ જાડેજા જયદીપ ભાઈ રાઠોડ, કંચનબેન, અર્ચનાબેન જોશી, અતુલભાઇ ડાંગર, ખુશ્બુબેન, જોસનાબેન અને મંજુલાબેન સહિતના સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં 165 લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો હતો.
કેમ્પમાં સાંસદ પૂનમબેન માડમ તરફથી વેક્સિન મુકાવનાર તમામ ને કીટ આપવામાં આવી હતી અને આ કેમ્પને શુભેચ્છા પાઠવી હતી.