Friday, December 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકાની હોટલ સહિતની વેબસાઇટ મારફતે છેતરપીંડી આચરનાર ઝડપાયો

દ્વારકાની હોટલ સહિતની વેબસાઇટ મારફતે છેતરપીંડી આચરનાર ઝડપાયો

હોટલો અને રિસોર્ટની બનાવટી વેબસાઇટ બનાવી મુસાફરો સાથે છેતરપીંડી : 40 જેટલી જુદી જુદી એડ બનાવી : દિલ્હીના શખ્સને ઝડપી લેતું સાઇબર ક્રાઇમ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા સહિતના વિવિધ પર્યટન તેમજ ધાર્મિક સ્થળોએ આવેલી જાણીતી હોટલો તેમજ રિસોર્ટની બનાવટી વેબસાઈટ બનાવી અને ગૂગલ એડ તૈયાર કરનારા દિલ્હીના શખ્સને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધો હતો.

- Advertisement -

દ્વારકામાં આવેલી જાણીતી જીંજર હોટલના નામનો ઉપયોગ કરી અને ઓરીજનલ વેબસાઈટ જેવી અન્ય એક વેબસાઈટ બનાવી અને તેને ગૂગલ એડ્સ મૂકી તેમાં પોતાનો મોબાઈલ નંબર રાખી અને અહીં આવતા પ્રવાસીઓ તેમજ દર્શનાર્થીઓ પાસેથી એડવાન્સ પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને આવા અનેક આસામીઓ સાથે થયેલી વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસે કલમ 420 વિગેરે તેમજ આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોટલો તેમજ રિસોર્ટના નામે થતી ઓનલાઈન છેતરપિંડી સંદર્ભે કડક હાથે કાર્યવાહી કરવા માટે જિલ્લા સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટને આપેલી સુચના અન્વયે સાયબર સેલ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ આદરી અને આ પ્રકારના સમગ્ર નેટવર્કનો પર્દાફાસ કરવામાં સફળતા મેળવી છે.

- Advertisement -

આ પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસની ટેકનિકલ એનાલિસિસ ટીમ દ્વારા ચોક્કસ વર્કઆઉટ કરી અને દિલ્હીથી ફેક વેબસાઈટ બનાવનારા રોનીત અજીતકુમાર સિંઘ (ઉ.વ. 21, રહે. કેવલ પાર્ક, આઝાદપુર, ન્યુ દિલ્હી) ને ઝડપી લીધો હતો. પોલીસની પૂછતાછમાં ઉપરોક્ત શખ્સ દ્વારા 30 થી વધુ અલગ અલગ વિસ્તારની જુદી જુદી હોટલો તેમજ રિસોર્ટની બુકિંગ વેબસાઈટ તેણે બનાવી હતી. આ વેબસાઈટનું કામ આપનારા વ્યક્તિઓ પાસેથી તેના દ્વારા એક વેબસાઈટના રૂપિયા છ થી સાત હજારની રકમ ઓનલાઈન મેળવવામાં આવતી હતી. તેણે 40 જેટલી ફેક ગૂગલ એડ્સ બનાવી હોવાની કબૂલાત પણ પોલીસ સમક્ષ આપી હતી. જેથી પોલીસે તેની વિધિવત રીતે અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ, પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ, પી.જે. ખાંટ, એસ.વી. કાંબલીયા, ધરણાંતભાઈ બંધીયા, પબુભાઈ ગઢવી, હેમંતભાઈ કરમુર, અજયભાઈ વાઘેલા, હેભાભાઈ ચાવડા તેમજ કલ્પનાબેન બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા દ્વારા આમ જનતાને અપીલ

- Advertisement -

ધર્મસ્થળ કે કોઈપણ પ્રકારના હરવા ફરવાના સ્થળે જતા લોકોએ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર મારફતે ઓનલાઈન હોટેલ, ફ્લાઈટ, બસ કે રિસોર્ટનું બુકિંગ કરતા પહેલા બુકિંગ પ્લેટફોર્મની સચોટતા અવશ્ય ચકાસી લેવી તેમજ આ પ્રકારની સેવા કે વસ્તુના બુકિંગ સંદર્ભે જરૂર જણાય તો જે-તે ઓફિસ ખાતે રૂબરૂ જઈ અને ચોક્કસ માહિતી મેળવી લેવા તેમજ કોઈપણ કસ્ટમર કેરના નંબર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ ન કેળવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા આમ જનતાને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular