Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરસસ્તામાં કોલસો અપાવવાના બહાને વેપારી સાથે લાખોની છેતરપિંડી

સસ્તામાં કોલસો અપાવવાના બહાને વેપારી સાથે લાખોની છેતરપિંડી

કચ્છ અને અમદાવાદના ચાર શખ્સો દ્વારા પૂર્વ આયોજિત કાવતરૂ : 39.54 લાખની રકમ મેળવી 16.08 લાખનો કોલસો આપ્યો : 23.45 લાખની છેતરપિંડીની ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર પેલેસ ગ્રાઉન્ડની સામેના વિસ્તારમાં રહેતાં વેપારી યુવાન સાથે અમદાવાદ અને કચ્છના ચાર શખ્સોએ સસ્તામાં કોલસાનો વેપાર કરવા એડવાન્સ પેમેન્ટની જવાબદારી લઇ વિશ્ર્વાસમાં લીધા બાદ ચાર શખ્સોએ 39.54 લાખની રકમ બેંક મારફત ટ્રાન્સફર કરાવી 16,08,000ની કિંમતનો કોલસાનો માલ આપી રૂા.23.45 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શરૂ સેકશન રોડ પેલેસ ગ્રાઉન્ડની સામે આવેલા અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતાં આનંદભાઈ અશોકભાઈ પોપટ નામના વેપારીની પીએન માર્ગ પર નિયો સ્કવેરમાં ઓફિસ ધરાવતા આનંદભાઈ સાથે કચ્છના રાજ કૈલાશકુમાર ઐયાચી નામના શખ્સે અમદાવાદના એ.આર.નેચરલ રિર્સોસીસ નામની કંપનીના સંદિપ હરેન્દ્રકુમાર શર્માની ઓળખાણ કરાવી હતી. આ બંને શખ્સોએ આનંદભાઈને વિશ્ર્વાસમાં લઇ સસ્તામાં કોલસાનો વેપાર કરવા માટે મનાવી આનંદભાઈની ઈમ્પીરીયલ ફયુલ નામની પેઢીના આઈસીઆઈસીઆઈ બેંકના 263105501530 નંબરના ખાતામાંથી કટકે-કટકે રૂા.39,54,008ની રકમ આરટીજીએસ દ્વારા અંબિકા સંદિપકુમાર શર્મા અને રેણુકા મનોજકુમાર શર્માની એ આર નેચરલ રિર્સોસીસ પેઢીમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ રકમ પેટે રૂા.16,08,808 ની કિંમતનો કોલસાનો માલ આનંદને આપ્યો હતો. જેથી આનંદને વિશ્ર્વાસ આવી ગયો હતો.
જ્યારે જામનગરના વેપારીએ બાકીના રૂા.23,45,200 ની રકમ પરત મેળવવા અથવા કોલસાનો સામાન આપવા વારંવાર માંગણી કરી હોવા છતાં શખ્સો એ ન તો રકમ આપી ન તો કોલસાનો સામાન આપ્યો. ત્યારબાદ વેપારી દ્વારા અવાર-નવાર પૈસાની માંગણી કરાતી હોવાથી એ આર નેચરલ રિર્સોસીસના માલિક ન હોવા છતાં ત્રણ ચેક ઉપર સંદિપ શર્માએ સહી કરી જામીનગીરી પેટે ચેક આપ્યા હતાં અને આઠ લાખની કિંમતનો માલ આપવાનું કબુલ કરી લખાણ કરી આપ્યું હતું. જેથી વેપારીએ ચેક મુદ્તની તારીખમાં બેંકમાં જમા કરાવતા ખોટી સહિ હોવાથી પરત ફર્યા હતાં. વેપારીએ ચેક પરત ફરતા સંદિપ શર્માને ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોન ઉપર તથા રૂબરૂ પણ ભેટો થયો ન હતો. જેથી વેપારીએ આખરે કંટાળીને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એચ. બી. વડાવીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular