Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચોક્કસ વળતરની લાલચ આપી રાજકોટની પેઢીએ કરોડોનું કરી નાખ્યું

ચોક્કસ વળતરની લાલચ આપી રાજકોટની પેઢીએ કરોડોનું કરી નાખ્યું

જામનગરમાં 10.48 કરોડની છેતરપીંડી : અગાઉ પણ આ પેઢી દ્વારા કરોડોનું ફૂલેકું

- Advertisement -

જામનગર શહેરના મેહુલ નગર વિસ્તારમાં રહેતા યુવાન સહિતના લોકોને વિશ્વાસમાં લઇ પાંચ ટકા જેટલું વળતર આપવાના બહાને રાજકોટની બોગસ પેઢી દ્વારા અંદાજે 10.48 કરોડની માતબર રકમ ઉચાપત કરી છેતરપીંડીના બનાવમાં પોલીસે રાજકોટના સખ્શ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

કૌભાંડની વિગત મુજબ જામનગરમાં 80 ફૂટ મેહુલ નગર વિસ્તારમાં રહેતા અને નોકરી કરતા મયુરભાઈ શાંતિલાલ સંઘવી નામના યુવાને રાજકોટમાં ચાલતી સમય ટ્રેડીંગના સંચાલક પ્રદીપ ખોડા ડાવેરા સહિતના સખ્શોએ બોગસ પેઢી બનાવી અને રોકાણકારોને મહીને પાંચ ટકા જેટલું ઊંચું વળતર ચોક્કસ આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લઇ અસંખ્ય રોકાણકારો પાસેથી લખાણ કરાવી તેની પેઢીના ચેક લઇ નાણા પેઢીમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જે પૈકીના મયુર સંઘવી અને તેમના અન્ય મિત્રો તથા પરિચિતો પાસેથી કુલ રૂપિયા 10 કરોડ 48 લાખની માતબર રકમ તથા અન્ય લોકો પાસેથી આ જ રીતે વિશ્વાસમાં લઇ ચોક્કસ વળતર આપવાની ખાતરી આપી 50 લાખથી વધુ રકમ લીધી હતી. આમ કુલ 11 કરોડ જેટલી રકમ જુદાજુદા વ્યક્તિઓ પાસેથી મેળવી હતી.

ત્યારબાદ આ પેઢીમાં નાણા રોકેલા વ્યક્તિઓને સમયસર તેમનું વળતર મળતું ન હતું જેથી રોકાણકારોએ પેઢીના સંચાલકો પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરી હતી પરંતુ સંચાલકો દ્વારા એક પણ રોકાણકાર ને વળતર આપ્યું ન હતું. જુલાઈ-2018 થી એપ્રિલ-2020 સુધીના સમય દરમ્યાન રોકાણકારોએ રોકેલી 11 કરોડ જેટલી માતબર રકમનું વળતર ન મળતા અને સંચાલકોનો કોઈ સંપર્ક ન થવાથી આખરે પોલીસના શરણે ગયા હતા અને કરોડોનું કૌભાંડ આચરનાર રાજકોટની સમય ટ્રેડીંગના સંચાલક પ્રદીપ ખોડા ડાવેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીઆઈ કે.જે.ભોયે તથા સ્ટાફે કરોડોનું ફૂલેકું ફેરવનાર સંચાલક અને તેના સાગરીતોની શોધખોળ માટે તપાસ આરંભી હતી. હાલમાંજ જામનગરના ઉધોગપતિ પિતા-પુત્ર દ્વારા 10 કરોડની છેતરપીંડીના પ્રકરણ બાદ રાજકોટની પેઢી દ્વારા જામનગરના લોકો પાસેથી 11 કરોડનું ફૂલેકું ફેરવવાની વધુ એક ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.

- Advertisement -

ઉલ્લખનીય બાબત એ છે કે રાજકોટની સમય ટ્રેડીંગ કંપની ના બોગસ નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર પ્રદીપ ડાવેરાનું આ એક માત્ર કૌભાંડ નથી અગાઉ પણ સમય ટ્રેડીંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવ્યું હતું અને પ્રદીપ સહિતના સખ્શો દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમજ પ્રદીપની સમય ટ્રેડીંગ સહિતની ત્રણ પેઢીઓ દ્વારા આશરે 60 કરોડનું ફૂલેકું ફેરવ્યું હતું. તે સમયે પણ પ્રદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જોકે હવે જામનગરમાં ફરિયાદ નોંધાતા આ 11 કરોડનો આંકડો વધે છે કે કેમ અને કૌભાડીઓની ધરપકડ કેટલા સમયમાં થાય છે ??

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular