Friday, December 26, 2025
Homeરાજ્યજામનગરખાનગી કંપની સાથે અખાદ્ય પદાર્થોના ખોટા વેરીફિકેશન કરી છેતરપિંડી

ખાનગી કંપની સાથે અખાદ્ય પદાર્થોના ખોટા વેરીફિકેશન કરી છેતરપિંડી

જામનગરના શખ્સે અન્ય કંપની સાથે મળી વિશ્ર્વાસઘાત કર્યો : બે વર્ષ દરમિયાન આર્થિક લાભ માટે ખોટા વેરિફિકેશન : મેઘપર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

જામનગર જિલ્લામાં આવેલી ખાનગી કંપનીમાં પ્રાઇવેટ કંપનીના વેન્ડર્સ કોડ ચલાવી, અન્ય કંપની સાથે મળી બે વર્ષ દરમ્યાન પક્ષીના દાણા, ફ્રુટ, શાકભાજી, પાંદડા, વસ્તુઓનો ઓછો અને ખરાબ માલસામાન, ખોટા વેરીફિકેશન કરી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર શખ્સ સહિતનાઓ વિરૂઘ્ધ પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં અતુલભાઇ નામના કર્મચારીની કંપનીમાં બે વર્ષ અગાઉ જામનગરના મેરામણ ચંદ્રાવાડિયા નામના શખ્સએ જીનોશિશ કંપની સાથે મળીને કંપનીમાં વેન્ડર્સ કોડ ખોલાવ્યો હતો. બે વર્ષ દરમ્યાન મેરામણ તથા જીનોશિશ કંપનીના કર્મચારીઓએ એકસંપ કરી ખાનગી કંપનીમાં ઓછો માલ સામાન તથા ખરાબ માલ સામાન મેળવી ખરાબ ક્વોલિટીનો ખાદ્ય પદાર્થ જેમ કે, પક્ષીના દાણા, ફ્રૂટ, શાકભાજી અને પાંદડાના ખોટા વેરીફિકેશન કરી આર્થિક લાભ મેળવવા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે અતુલભાઇ દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં મેરામણ ચંદ્રાવાડિયા અને જીનોશિશ કંપનીના કર્મચારીઓ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular