ફ્રાન્સમાં રાજધાની પેરિસમાં 2024માં ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન 26 જુલાઇથી 11 ઓગસ્ટ દરમ્યાન થનાર છે. ત્યારે અત્રે પ્રજાસત્તાક દિન પર્વે મહેમાન બનેલા ફ્રાન્સના ઇમેન્યુએલ મેક્રોએ જણાવ્યું હતું કે ભારતમાં ઓલિમ્પિક રમતોત્સવના આયોજનને તે પુરેપુરું સમર્થન કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત એક ભોજન સમારોહમાં પોતાના સંબોધનમાં મેક્રોએ જણાવ્યું હતું કે તે ભારતમાં ઓલિમ્પિક રમતોત્સવ પર મજબૂત સહયોગ માટે ઉત્સુક છે. ઉલ્લેખનિય છે કે ઓલિમ્પિક 2036 માટે ભારતની યજમાનીના રસ્તા સાફ થયો છે. હવે મેક્સિકોએ અધિકૃત રીતે ઓલિમ્પિક 2036માં મેજબાનીમાં પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. દક્ષિણ કોરિયા, ભારત, મિસર અને કતર સહિત કેટલાક અન્ય દેશો પણ આ રેસમાં છે.
ઓલિમ્પિક 2036ની યજમાની માટે બોલી લગાવવા ભારતે મોટું પગલું ભર્યું છે. તેના માટે ગુજરાત સરકારે એક અલગ કંપનીની રચના કરી છે. ખેલ પરિસરોના નિર્માણ માટે 6 હજાર કરોડ રુપિયા નિર્ધારિત કરાયા છે.