Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક બાયો ડીઝલના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે

જામનગર નજીક બાયો ડીઝલના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે

ગુલાબનગરમાંથી રૂા.10.91 લાખનો મુદ્દામાલ કબ્જે: પોલીસ દ્વારા પાંચ શખ્સો સામે કાર્યવાહી

- Advertisement -

જામનગરની ગુલાબનગર પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે ગુલાબનગર વિસ્તારમાં એક ટ્રકમાંથી બાયો ડીઝલનો જથ્થો આયાત કરીને તેનું વેચાણ કરવા માટેની પેરવી કરાતા સ્થળે પોલીસે દરોડો પાડયો હતો જે દરમિયાન બે ટ્રક ચાલકો તેમજ બે રીક્ષાચાલકો બાયોડીઝલના જથ્થાને સગેવગે કરવાની પેરવી કરી રહેલા મળી આવ્યાં હતાં. ટ્રક ચાલકો જામનગરના અમીન અનવર જખરા અને ઝાકીર હુશેન સિપાઈ ઉપરાંત રીક્ષાચાલકો સમીર યુસુફ નોતિયાર અને ઈસુબ કાસમ જુણેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂા.11700 ની કિંમતનો 180 લીટર બાયો ડીઝલનો જથ્થો અને 10 લાખની કિંમતનો જીજે-11-ઝેડ-8809 નંબરનો ટ્રક તથા રૂા.80 હજારની કિંમતની જીજે-10-ટીડબલ્યુ-5957 નંબરની રીક્ષા સહિત કુલ રૂા.10,91,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તેમજ પોલીસે ચારેય સામે ગુનો નોંધી પૂછપરછ હાથ ધરતા આ પ્રકરણમાં આરીફ મલેક નામના અન્ય એક શખ્સની પણ સંડોવણી ખુલ્લી હતી. જેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત બાયો ડીઝલના જથ્થા અંગે પૂરવઠા શાખાને જાણ કરવામાં આવી છે. ટ્રક ચાલક દ્વારા મહારાષ્ટ્રમાંથી બાયો ડીઝલનો જથ્થો આયાત કરીને તેનું જામનગરમાં વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular