જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા વૃધ્ધાને મહિલા સહિતના ચાર શખ્સોએ ઇંટો અને લાકડાના પાટીયા વડે માર મારી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના કિસાનચોક, કબિર આશ્રમ પાસેના વિસ્તારમાં રહેતા માયાબેન દેવશીભાઇ વિંઝુડા નામના (ઉ.વ.65) વૃધ્ધા ગત ગુરુવારે બપોરના સમયે તેના ઘરે હતાં તે દરમિયાન ખિમીબેન દેવશી પરમાર નામની મહિલાએ દરવાજો ખખડાવતાં વૃધ્ધા માયાબેને દરવાજો ખોલતાં જ મહિલાએ ઇંટ વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. તેમજ ભરત કમા પારીયા નામના શખ્સે લાકડાના પાટીયા વડે વૃધ્ધા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત રમેશ કાનજી પરમાર અને હમીર કાનજી પરમાર નામના બે ભાઇઓએ ગત તા. 20ના રોજ વૃધ્ધાને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. વૃધ્ધા ઉપર મહિલા સહિતના ચાર શખ્સોએ માર મારી ધમકી આપ્યાના બનાવમાં હેકો એમ.આર. પરમાર તથા સ્ટાફે વૃધ્ધાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.