Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરના બુટલેગર અને માથાભારે એવા ચાર શખ્સોની પાસા હેઠળ ધરપકડ

જામનગરના બુટલેગર અને માથાભારે એવા ચાર શખ્સોની પાસા હેઠળ ધરપકડ

એલસીબી અને સિટી એ ડીવીઝન તથા ધ્રોલ પોલીસ દ્વારા કાર્યવાહી : બુટલેગરોને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયા : માથાભારે બે શખ્સોને સુરત અને વડોદરાની જેલમાં ધકેલાયા

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં બુટલેગર અને માથાભારે શખ્સો સામે પોલીસ અધિક્ષક દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત ચાર શખ્સો વિરૂધ્ધ કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર કરતા એલસીબીની ટીમે બુટલેગર અને માથાભારે શખ્સોને દબોચી લઇ વડોદરાની મધ્યસ્થ જેલ અને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાન શાંતિપૂર્ણ થાય તે હેતુથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા બુટલેગરો અને માથાભારે શખ્સો વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરવાની એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાને સૂચના આપી હતી. જે સંદર્ભે પીઆઈ એન.એ. ચાવડા, પીએસઆઈ આર.એચ.બાર તથા સ્ટાફે જામનગરના સાધના કોલોનીમાં રહેતાં પાંચ જેટલા ગુનામાં સંડોવાયેલા હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા અને જામનગર જિલ્લાના મુંગણી ગામમાં રહેતાં સુરેન્દ્રસિંહ ઉર્ફે ઈલુ ભીખુભા કંચવા વિરૂધ્ધ બે ગુનાઓને ધ્યાનમાં રાખી આ બંને વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેમજ પીએસઆઈ પી. જી. પનારા તથા આર.એચ. બાર તથા સ્ટાફ દ્વારા બુટલેગર મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા અને જામનગરના મનદિપસિંહ કનકસિંહ જાડેજા વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કલેકટર સમક્ષ કરવામાં આવી હતી.

કલેકટર બી.કે. પંડયા દ્વારા બુટલેગર અને માથાભારે શખ્સોની પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે બુટલેગર યશપાલસિંહ ધનુભા જાડેજા અને મનદિપસિંહ કનકસિંહ જાડેજા નામના બંને બુટલેગરોની ધરપકડ કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. તેમજ હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતાને લાજપોરની મધ્યસ્થ જેલ તથા સુરેન્દ્રસિંહ ઉર્ફે ઈલુ ભીખુભા કંચવાને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular